અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ હાલમાં જ પોતાના પહેલા સંતાનને લઈ ખુશખબરી આપી છે. લાગે છે અનુષ્કાનું આ પહેલુ બેબી ખૂબ જ લકી સાબિત થવા જઈ રહ્યુ છે. અનુષ્કા છેલ્લી થોડીક ફિલ્મોની વાત કરીએ તો બહુ સારી રહી હતી. જો કે, પ્રેગનેન્સના ન્યૂઝ બાદ અનુષ્કાને એક મોટી ઓફર હાથ આવી છે. નિર્દેશક ઓમ રાઉત પોતાની આગામી બિગ બજેટ ફિલ્મ આદિપુરૂષ માટે સીતાની શોધ કરી રહ્યા હતા. આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલ નિભાવી રહ્યો છે. પ્રભાસની સીતા બનાવવાની હોડમાં અનુષ્કા સૌથી આગળ ચાલી રહી છે.અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ તાજેતરમાં જ તેમના પહેલા બાળકના આગમનની વાત જાહેર કરી છે. આ બાળક તેમના માટે લકી સાબિત થશે તેવા એંધાણ અત્યારથી અનુષ્કા માટે મળી રહ્યા છે. ગર્ભાવસ્થાના સમાચાર સાથે જ અનુષ્કારને એક મોટો પ્રોજેક્ટ પણ ઓફર થયો છે.

નિર્દેશક ઓમ રાઉત તેની આગામી ફિલ્મ આદિપુરુષની સીતા શોધી રહ્યા હતા અને તેમની નજર અભિનેત્રી અનુષ્કા પર અટકી છે. આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં હશે. હવે વાત સામે આવી છે કે સીતા બનવાની રેસમાં અનુષ્કા સૌથી આગળ છે. આ ફિલ્મને લઈને નિર્દેશક ઓમ રાઉત અનુષ્કાને મળી પણ ચુક્યા છે અને અનુષ્કા પણ ફિલ્મને લઈને એક્સાઈટેડ છે. 

ખાસ વાત એ પણ છે કે અનુષ્કા તેના પહેલા બાળકને જન્મ જાન્યુઆરીમાં આપશે અને આ ફિલ્મ પણ જાન્યુઆરીથી જ ઓન ફ્લોર આવશે. એટલે અનુષ્કા ડિલીવરીના 2 મહિના પછી શૂટિંગ શરુ કરી શકશે તેવી પણ ચર્ચાઓ છે. ફિલ્મમાં જો અનુષ્કા ફાઈનલ થશે તો શરુઆતના દિવસોમાં રામ એટલે કે પ્રભાસ સાથે શૂટિંગ કરવામાં આવશે અને પછી અનુષ્કા શૂટ શરુ કરશે. 

ઉલ્લેખનીય છે કે ટી-સીરીઝના આ પ્રોજેક્ટમાં લંકેશના રોલ માટે સૈફના નામની જાહેરાત પહેલા જ થઈ ચુકી છે. તેવામાં શક્ય છે કે શરુઆતી દિવસોમાં સૈફ અને પ્રભાસના સીન શૂટ કરી લેવામાં આવશે. ત્યારબાદ અનુષ્કા શૂટમાં જોડાશે.

સૂત્રો પાસેથી મળેલી વિગતો પ્રમાણે જોઈએ તો, સીતાના રોલ માટે ઓમ રાઉત અનુષ્કા સાથે મળી ચુક્યા છે. અનુષ્કાને પણ આ રોલ ખૂબ જ પસંદ આવ્યો છે. અનુષ્કા આ પ્રોજેક્ટને લઈ ખૂબ જ ઉત્સાહી છે. જો બધુ બરાબર રહ્યુ તો અનુષ્કા મોટા પડદા પર સીતાનો રોલ નિભાવતી જોઈ શકાશે. 

જણાવી દઈએ કે, ટી-સીરીઝના આ પ્રોજેક્ટમાં લંકેશના રોલ માટે સૈફ અલી ખાનની જાહેરાત થઈ ગઈ છે. ત્યારે શરૂઆતના દિવસોમાં પ્રભાસ અને સૈફના સિન્સ શૂટ થશે. જાણકારી પ્રમાણે અનુષ્કા ઓમ રાઉતની પહેલી પસંદ છે. જો કે, હજૂ અનુષ્કાએ આ ફિલ્મને સાઈન કરી નથી.