લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, જુલાઈ 2026 |
2673
અનરાધાર વરસાદ બાદ સુરત શહેરમાં બુધવારે પાણી ઓસર્યા પછી એક પછી સ્થળેથી ૧૧ પુરુષોનાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. માત્ર અંદાજે દોઢ કલાકમાં ડીંડોલી વિસ્તારમાં સાત સ્થળેથી લાશો મળી આવતા પોલીસ, ફાયર અને અન્ય તંત્રના અધિકારીઓ દોડી આવ્યા હતા. જેમાં ૧૧ માંથી પાંચ મૃતદેહોની ઓળખ થઈ છે જ્યારે છ મૃતદેહોની ઓળખ બાકી છે. પ્રાપ્ત માહિતી મુજબ સવારે ૮:૩૦ કલાકે ડીંડોલીનાં મહાદેવનગર-૧ ખાતે કવિતા મેડિકલ સ્ટોર પાસે એક પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક ૫૮ વર્ષીય પ્રસાદ વિરચંદ કાપડે હોવાનું બહાર આવ્યું છે. ત્યારબાદ સવારે ૯:૦૫ કલાકે ડીંડોલીનાં જીતેશપાર્ક નજીકથી વધુ એક પરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઘટનાનાં થોડા જ સમયમાં સવારે ૯:૫૯ કલાકે ડીંડોલીનાં રીઝેન્ટ પ્લાઝા નજીક ત્રીજાે મૃતદેહ મળી આવ્યો હતો. સતત મૃતદેહો મળતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ત્યારબાદ સવારે ૧૦:૦૯ કલાકે ડીંડોલી કારવાડા-ઇકલેરા રોડ પર ગુરુદ્વારા પોઈન્ટથી ચોથો પુરુષનો મૃતદેહ મળી આવ્યો હતો. જ્યારે માત્ર એક મિનિટ બાદ એટલે કે સવારે ૧૦:૧૦ કલાકે ડીંડોલીનાં માર્ક પોઈન્ટ નજીકથી વધુ એક મૃતદેહ મળ્યો હતો, જ્યારે સાંજે ગુરૂદ્વારા પાસે વધુ બે પુરુષોનાં મૃતદેહો મળી આવતા પોલીસ તંત્ર સંપૂર્ણ સતર્ક બન્યું હતું. આ ઉપરાંત મહિધરપુર વિસ્તારમાંથી ૬૫ વર્ષના વૃદ્ધની લાશ મળી આવી હતી.
રાજ્યના મુખ્યમંત્રી ભૂ૫ેન્દ્ર પટેલ આજે અસરગ્રસ્ત સુરત-વલસાડની મુલાકાતે
આજે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની એક મહત્વપૂર્ણ બેઠક મળી હતી. બેઠકમાં રાજ્યની વરસાદી સ્થિતિની સમીક્ષા કરી અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત-બચાવ કામગીરી ઝડપી બનાવવા અને ભવિષ્યના પર્યાવરણને ધ્યાનમાં રાખીને નવી ઈફ પોલિસી લાવવા જેવા મહત્વના ર્નિણયો પણ લેવામાં આવ્યા છે.વરસાદને કારણે ઊભી થયેલી સ્થિતિનો માત્ર રિપોર્ટ લઈને બેસી રહેવાને બદલે, મુખ્યમંત્રીએ જાતે ગ્રાઉન્ડ ઝીરો પર જવાનો ર્નિણય કર્યો છે. પ્રવર્તમાન સ્થિતિનો પ્રત્યક્ષ તાગ મેળવવા અને રાહત કામગીરીનું જાત નિરીક્ષણ કરવા માટે આવતીકાલે તેઓ સુરત અને વલસાડ જિલ્લાની રૂબરૂ મુલાકાત લેશે.