મુંબઈ

નાણાકીય વર્ષ ૨૦૨૧ ના બીજા ક્વાર્ટરમાં સિમેન્સનો નફો ૯૦ ટકાથી વધીને ૩૩૪ કરોડ રૂપિયા રહ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના બીજા ક્વાર્ટરમાં સિમેન્સનો નફો ૧૭૫.૭ કરોડ રૂપિયા રહ્યો હતો. નાણાકીય વર્ષ ૨૦૨૧ ના બીજા ક્વાર્ટરમાં સિમેન્સની આવક ૩૧.૯ ટકાથી વધીને ૩૪૮૩.૭ કરોડ રૂપિયા પર રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૦ ના બીજા ક્વાર્ટરમાં સિમેન્સની આવક ૨૬૪૦.૨ કરોડ રૂપિયા રહી હતી. વર્ષ દર વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં સિમેન્સના એબિટડા ૨૨૧.૬ કરોડ રૂપિયાથી વધીને ૪૫૭.૯ કરોડ રૂપિયા રહ્યા છે. વર્ષના આધાર પર બીજા ક્વાર્ટરમાં સિમેન્સના એબિટડા માર્જિન ૮.૪ ટકાથી વધીને ૧૩.૧ ટકા પર રહી છે.