મુંબઈ

દેશની બીજી સૌથી મોટી સૉફ્ટવેર કંપની ઇન્ફોસિસનો શેર બાયબેક પ્લાન શુક્રવારથી શરૂ થવાનો છે. કંપની તેમાં ૧,૭૫૦ રૂપિયા પ્રતિ શેરની મહત્તમ કિંમતે ૯,૨૦૦ કરોડ રૂપિયાના શેર ખરીદશે. શેર બાયબેક માટેની કંપનીના બોર્ડ અને શેરહોલ્ડરો પાસેથી મંજૂરી મળી છે. ઇન્ફોસિસે સ્ટોક એક્સચેંજ દ્વારા ઓપન માર્કેટમાંથી કંપનીના ઇક્વિટી શેરના બાયબેક માટે બુધવારે સમાચાર પત્રોમાં એક વિજ્ઞાપનના દ્વારા જાણકારી આરી છે.

શેર બાયબેક માટે મેનેજર તરીકે કોટક મહિન્દ્રા કેપિટલની મેનેજર નિમણૂક કરવામાં આવી છે. કંપનીએ જણાવ્યું છે કે જો શેર મહત્તમ બાયબેક પ્રાઇસ પર ખરીદવામાં આવે છે, તો બાયબેક કરવાના ઇક્વિટી શેરની વાસ્તવિક સંખ્યા મહત્તમ બાયબેક શેરને અધિક થઇ શકે છે પરંતુ આ સમય ગાળામાં બાયબેક સાઇઝનો વિષય રહેશે. બાયબેક માટે ફંડની રાહ કંપનીની પાસે હાલમાં રિઝર્વથી કરવામાં આવશે.

ઇન્ફોસીસ બોર્ડે એપ્રિલમાં ૧૫,૬૦૦ કરોડ રૂપિયાના કેપિટલ રિટર્ન આપવાની ભલામણ કરી હતી. જેમાં ૬૪૦૦ કરોડ રૂપિયાના ફાઇનલ ડિવિડન્ડ અને ૯૨૦૦ કરોડ રૂપિયાના શેર્સનું ઓપન માર્કેટથી બાયબેક સામેલ હતો. માર્ચ ક્વાર્ટરમાં કંપની ક્યુ ૪ નો નેટ પ્રોફીટ ૧૭.૫ ટકા વધીને ૫,૦૭૬ કરોડ રૂપિયા રહ્યો હતો.