શ્રીલંકા ફાઇનલમાં આયર્લેન્ડને ૬ વિકેટથી હરાવી મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી ચેમ્પિયન 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
25, નવેમ્બર 2026  |   2376


શ્રીલંકાએ ફાઇનલમાં આયર્લેન્ડને છ વિકેટે હરાવીનેICC મહિલા ઇમર્જિંગ નેશન્સ ટ્રોફી જીતી લીધી. બુધવારે કારવાં સ્પોર્ટ્સ ક્લબ ખાતે રમાયેલી ફાઇનલમાં શ્રીલંકાએ આયર્લેન્ડના ૯૭ રનના લક્ષ્યાંકનો પીછો કરીને માત્ર ૧૨.૪ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને વિજય મેળવ્યો. 

વિશ્મી ગુણારત્ને ૧૩ બોલનો સામનો કરીને અને માત્ર ૧૦ રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. ત્યારબાદ કેપ્ટન હર્ષિતા સમરવિક્રમા ખાતું ખોલ્યા વિના ગોલ્ડન ડક પર આઉટ થઈ ગઈ. સંજના કવિંદીએ ૫ રનની મહત્વપૂર્ણ ઇનિંગ રમી. આ ઇમેશાએ ૪૪ રનની અણનમ ઇનિંગ રમી. કવિશા દિલહારી ૧૬ રન બનાવીને અણનમ રહી અને ટીમને વિજય અપાવ્યો. આયર્લેન્ડ માટે મેકકાર્ટની અને કારા મુરેએ બે-બે વિકેટ લીધી.અગાઉ, ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો ર્નિણય લીધા પછી, આયર્લેન્ડને શ્રીલંકાના બોલરોએ ૧૯.૩ ઓવરમાં ૯૬ રન પર મર્યાદિત રાખ્યું હતું. આયર્લેન્ડના કેપ્ટન ગેબી લુઇસને પહેલી જ ઓવરમાં માત્ર ૪ રનમાં ગુમાવી દીધી હતી. લારા ૩ રન બનાવીને આઉટ થઈ .ટીમનો સ્કોર માત્ર ૯૬ રનમાં જ તૂટી પડ્યો હતો.અલાના ડાલ્ઝીલે સૌથી વધુ ૨૪ રન બનાવ્યા. લુઇસ લિટલે ૧૫ રન બનાવ્યા, જ્યોર્જીના ડેમ્પ્સીએ પણ ૧૩ રન બનાવ્યા, શ્રીલંકા તરફથી, સત્યા સંદીપાનીએ ચાર વિકેટ લીધી આ જીત સાથે, શ્રીલંકા ટુર્નામેન્ટની બીજી આવૃત્તિનું ચેમ્પિયન બન્યું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution