01, સપ્ટેમ્બર 2025
કાબુલ |
3564 |
ભૂકંપથી ભારે વિનાશ, લોકો ઘર છોડી ભાગ્યા, મૃત્યુ આંક વઘવાની શક્યતા
રવિવાર અને સોમવારની મધ્યરાત્રિએ પાડોશી દેશ અફઘાનિસ્તાનના દક્ષિણ-પૂર્વીય વિસ્તારમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી હતી. ભુકંપના કારણે ભારે વિનાશ થયો છે. પ્રાથમિક તબક્કે 9 લોકોના મૃત્યું થયા છે. જોકે, મૃત્ય. આંક વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે.
ભૂકંપ એટલો તીવ્ર હતો કે તેના આંચકા સમગ્ર પાકિસ્તાન અને દિલ્હી-એનસીઆર સુધી અનુભવાયા હતા. ભૂકંપની જાણ થતાં જ જ લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી ગયા. એનસીઆરના રહેવાસીઓએ જણાવ્યું હતું કે મોડી રાત્રે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા.
અફઘાનિસ્તાનના નાંગરહાર જાહેર આરોગ્ય વિભાગના પ્રવક્તા નકીબુલ્લાહ રહીમીએ જણાવ્યું હતું કે ભૂકંપના કારણે થયેલા આંચકામાં ઓછામાં ઓછા નવ લોકો માર્યા ગયા છે અને 15 અન્ય ઘાયલ થયા છે
ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનના જલાલાબાદથી 27 કિમી પૂર્વ-ઉત્તરપૂર્વમાં 8 કિમીની ઊંડાઈએ હતું. ભારતીય સમય મુજબ, રાત્રે 12.47 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લગભગ 20 મિનિટ પછી, ભૂકંપનો બીજો આંચકો અનુભવાયો, જેની તીવ્રતા 4.5 માપવામાં આવી હતી.