રામમંદિર દાન ચોરી કેસમાં સુપ્રીમ કોર્ટનો SITની પુન:રચનાનો આદેશ 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, જુલાઈ 2026  |   7326

અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના ચકચારી કેસમાં સુપ્રીમ કોર્ટમાં એક મહત્ત્વની સુનાવણી હાથ ધરવામાં આવી છે. આજે દેશના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતની અધ્યક્ષતાવાળી ત્રણ જજાેની બેન્ચ સમક્ષ આ મામલાની સુનાવણી થઈ હતી. દેશની સર્વોચ્ચ અદાલતે આ કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કોઈ સિનિયરIPS અધિકારીની આગેવાની હેઠળ ગુનાની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)નું પુનર્ગઠન કરવાનો મહત્ત્વનો આદેશ આપ્યો છે. બીજી તરફ, સરકાર પક્ષે હાજર રહેલા સોલિસિટર જનરલ  તુષાર મહેતાએ કોર્ટને માહિતી આપી હતી કે આ મામલે સ્ટેટસ રિપોર્ટ દાખલ કરી દેવામાં આવ્યો છે. તેમણે કોર્ટને વધુમાં જણાવ્યું કે આ કેસની તપાસ ખૂબ જ સક્રિયતાથી ચાલી રહી છે અને અત્યાર સુધીમાં કુલ ૮ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી ચૂકી છે. ચીફ જસ્ટિસ સૂર્યકાંત, જસ્ટિસ જાેયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલને સવાલ કર્યો હતો કે, હાલમાં આ કેસની તપાસ કોણ ચલાવી રહ્યું છે? આ પ્રશ્નના જવાબમાં સોલિસિટર જનરલે જણાવ્યું કે, આ સમગ્ર ઘટના પાછળનું સત્ય બહાર લાવવા માટે પહેલા એક SIT રચના કરવામાં આવી હતી. હાલમાં પોલીસ તેની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. જીૈં્ની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ એક કોગ્નિઝિબલ ઓફેન્સ (એવો ગંભીર ગુનો જેમાં પોલીસ વોરંટ વગર પણ આરોપીની ધરપકડ કરી શકે છે) છે.

સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસ સૂર્યકાંતે જણાવ્યું હતું કે, કોર્ટ આ કેસની તપાસના દરેક પાસા પર બારીકાઈથી નજર રાખી રહી છે અને આગામી ૩-૪ દિવસમાં આ મામલે ફરી સુનાવણી કરવામાં આવશે. તેમણે સરકારને તપાસ માટે વરિષ્ઠ અધિકારીઓ સાથેની એક નવી અને સક્ષમ એસઆઈટી બનાવવાની તાકીદ કરી હતી, જેના પર સોલિસિટર જનરલે સહમતી દર્શાવતા કહ્યું કે, સરકાર ટૂંક સમયમાં નવી ટીમ તૈયાર કરીને તેની વિગતો કોર્ટ સમક્ષ રજૂ કરશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution