લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, સપ્ટેમ્બર 2026 |
3861
નોઈડાના બહુચર્ચિત નિઠારી કાંડમાં આરોપી રહેલા સુરેન્દ્ર કોલીનું હરિદ્વારમાં મોત થયું છે. શુક્રવારે ઉત્તર હરિદ્વારના ભૂપતવાલા વિસ્તારમાં લાલમાતા મંદિર સામે આવેલી એક ચાની દુકાનમાં તેનો મૃતદેહ ફાંસીએ લટકતો મળી આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ શરૂ કરી દીધી છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃતકની ઓળખ આશરે ૫૦ વર્ષીય સુરેન્દ્ર કોલી પુત્ર શંકુ રામ, નિવાસી ગામ મંગરુખાલ, ભિકિયાસૈણ, અલ્મોડા તરીકે થઈ છે. જણાવવામાં આવી રહ્યું છે કે સુરેન્દ્ર કોલી છેલ્લા કેટલાક મહિનાથી હરિદ્વારમાં રહેતો હતો અને ભૂપતવાલા વિસ્તારમાં ચાની દુકાન ચલાવતો હતો. આ જ દુકાનની અંદર તેનો મૃતદેહ ફાંસીએ લટકતો મળી આવ્યો હતો.
સુરેન્દ્ર કોલીનું નામ નોઈડાના નિઠારી કાંડ સાથે જાેડાયેલા કેસોમાં સામે આવ્યું હતું. જાેકે, ત્યારબાદની ન્યાયિક પ્રક્રિયામાં તેને નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. નવેમ્બર ૨૦૨૫માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિઠારી હત્યાકાંડ સાથે જાેડાયેલા અંતિમ કેસમાં તેની દોષસિદ્ધિને પડકારતી પુનર્વિચાર અરજી સ્વીકારવામાં આવ્યા બાદ તેની મુક્તિનો માર્ગ સાફ થયો હતો.