વિદ્યાર્થીઓની ગેરહાજરી સમયે શિક્ષક અને શિક્ષિકા કઢંગી હાલતમાં ઝડપાયા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
17, સપ્ટેમ્બર 2026  |   4653

કરમસદ આણંદ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ બાવીસ જેટલી પ્રાથમિક શાળા કાર્યરત હોય તે પૈકી એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ની ગેરહાજરી સમયે રંગરેલિયા મનાવતા શિક્ષક અને શિક્ષિકા નો કઢંગી હાલતનો વિડિયો વાયરલ થતાં મામલો પ્રાથમિક શિક્ષણાધિકારી સુધી પહોંચતા સમિતિના પદાધિકારી દ્વારા મસમોટા વહીવટી ખેલ રચી શિક્ષણાધિકારી ની કચેરી પહોંચી મામલાને રફેદફે ના પ્રયાસ કરતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર કરમસદ આણંદ મનપા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ હેઠળ બાવીસ જેટલી પ્રાથમિક શાળા કાર્યરત હોય તે પૈકી એક પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ ની ગેરહાજરી સમયે રંગરેલિયા મનાવતા શિક્ષક અને શિક્ષિકાને વિડિયો કેમેરામાં કેદ કરી વિડિયો વાયરલ થતાં મામલો પ્રાથમિક શિક્ષણાધિકારી સુધી પહોંચતા જ સમિતીના પદાધિકારી દ્વારા મસમોટા વહીવટી ખેલ રચી શિક્ષણાધિકારી કચેરી પહોંચી મામલાને રફેદફે કરવાના રાજકીય દમદાટી આપી કરવાના પ્રયાસ કરતાં શિક્ષણાધિકારી એક ના બે થતાં મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા નું જાણવા મળેલ છે.જાેકે આ મામલે શિક્ષણાધિકારી નો સંપર્ક સાધતાં સમગ્ર પુરાવા સહિત રિપોર્ટ રાજ્ય સરકારમાં મોકલવામાં આવ્યા ના પગલે કઢીગી હાલતમાં ઝડપાયેલ શિક્ષક શિક્ષિકા વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બે વર્ષના ઇજાફા અટકાવવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution