મુંબઈ-

મુંબઈના નેશનલ સ્ટોક એક્સચેંજ -એનએસઈ-માં લાઈવ ડેટા અપડેટમાં બુધવારે ભારે સમસ્યાઓ ઊભી થઈ હતી. સોશ્યલ મિડિયા પર રીટેલ ટ્રેડર્સ અને બ્રોકરેજ હાઉસો દ્વારા આને પગલે હજારો ફરીયાદો નાંખવામાં આવી હતી. એક્સચેંજમાં આ પ્રકારની સમસ્યા છેલ્લે જુલાઈ 2017માં ઊભી થઈ હતી. એ સમયે આવી સમસ્યા ઊભી થવાને પગલે કેશ અને વાયદા સેગમેન્ટને ટેક્નીકલ સમસ્યાઓને પગલે બંધ કરવા પડ્યા હતા.

એનએસઈએ આ બાબતે ખુલાસો કરતા કહ્યું હતું કે તેને ટેલિકોમ સેવા આપનારી બે કંપનીઓ છે અને તેની સાથે તેની અનેક લીંક છે. આ બંને કંપનીઓ સાથે એનએસઈએ વાત કરી છે અને ટૂંક સમયમાં સમગ્ર સિસ્ટમ ફરીથી ચાલુ કરી દેવાની કોશિશ ચાલુ છે. સવારે આશરે 11-40 કલાકે એનએસઈના તમામ સેગમેન્ટ બંધ કરી દેવાયા હતા.