કાપડ વેપારીઓ પ્રોસેસિંગ જાેબ ચાર્જમાં ૧૫ ટકા વધારાનાં મામલે મિલમાલિકો સામે લડી લેવાના મૂડમાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
09, સપ્ટેમ્બર 2026  |   1683

તા.૭મી સપ્ટેમ્બરથી અમલમાં આવે એ રીતે સાઉથ ગુજરાત ટેક્સટાઇલ પ્રોસેસર્સ એસોસીએશને તમામ પ્રકારનાં ફેબ્રિક પ્રોસેસિંગ જાેબ ચાર્જિસમાં ૧૫ ટકાનો વધારો અમલમાં મૂક્યો છે. સુરતનાં ટેક્સ્ટાઇલ વેપારીઓમાં તેની સામે અસંતોષ વ્યાપી ગયો છે. આજ રોજ ટેક્સ્ટાઇલ વેપારીઓનાં સંગઠન, ફોસ્ટાનાં નેજા હેઠળ કાપડના વેપારીઓની મળેલી મીટિંગમાં એવો ર્નિણય લેવાયો છે કે ફેબ્રિક પ્રોસેસિંગ ચાર્જ મિલમાં પડતર ગ્રે કાપડ પર નહીં લગાડીને નવા જાેબ પ્રોગ્રામ પર લગાડવામાં આવે તે માટે વધુ એક મીટિંગ મિલમાલિકોના સંગઠન, સાઉથ ગુજરાત ટેક્સ્ટાઇલ પ્રોસેસર્સ એસોસીએશન સાથે કરવામાં આવે અને એમાં સમાધાન ના સધાય તો ફોસ્ટા નક્કી કરે એ મુજબ કાપડનાં વેપારીઓ ભાવિ રણનીતિનો અમલ કરશે.

ફોસ્ટાનાં નેજા હેઠળ આજે શહેરની જુદી જુદી ટેક્સ્ટાઇલ માર્કેટોનાં વેપારીઓની એક મીટિંગ મળી હતી. આ મીટિંગમાં ટેક્સ્ટાઇલ મિલ માલિકો દ્વારા કરવામાં આવેલા ફેબ્રિક પ્રોસેસિંગ જાેબ ચાર્જિસમાં વધારાના મુદ્દે વેપારીઓએ પસ્તાળ પાડી હતી. વેપારીઓએ ટેક્સ્ટાઇલ મિલ માલિકો મનમાની કરી રહ્યા હોવાની ફરિયાદો કરી હતી. જાે કે, મીટિંગનાં અંતે નિષ્કર્ષ એ વાતનો આવ્યો હતો કે ૭૦ હજાર વેપારીઓનાં પ્રતિનિધિ તરીકે ફોસ્ટાનું એક પ્રતિનિધિમંડળ આગામી દિવસોમાં પુન: ટેક્સ્ટાઇલ મિલ માલિકોનાં સંગઠન સાથે મીટિંગ યોજે અને તેમને વેપારીઓની લાગણીથી વાકેફ કરે.

ટેક્સ્ટાઇલ વેપારીઓની માગણી છે કે હાલમાં જે ગ્રે કાપડ મિલમાં જાેબ માટે પેન્ડિંગ પડ્યું છે, તેને જૂના ઓર્ડર ગણીને નવા પ્રોસેસિંગ ચાર્જ તેના પર લાગુ કરી શકાય નહીં. વેપારીઓ તરફથી નવા જાેબ પ્રોગ્રામ જે આપવામાં આવે તેના પર જ પ્રોસેસિંગ ચાર્જનો વધારો વસૂલ કરવો જાેઇએ.

મિલમાલિકો સાથેની મીટિંગમાં સમાધાન ના સધાય તો ફોસ્ટા દ્વારા વેપારીઓની લડતની ભાવિ રણનીતિ નક્કી કરવામાં આવશે અને તમામ મિલમાલિકો તેમાં સંમત થશે એવા એડવાન્સ પત્રો દરેક માર્કેટ એસોસીએશન દ્વારા ફોસ્ટાને સુપરત કરવામાં આવશે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution