/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

એસોશિયેટ પ્રોફેસરના સસરાનું નિધન થતા તેમની ઈચ્છા મુજબ દેહદાન કરાયું

વડોદરા

બરોડા મેડિકલ કોલેજમાં વર્ષ ૧૯૯૬થી ફરજ બજાવતા એનેટોમી વિભાગના એસો.પ્રોફેસરના સસરાનું ગઈકાલે એકાએક મોત નીપજ્યું હતું. તેઓએ મૃત્યુ બાદ પોતાના દેહને મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓના અભ્યાસ માટે દાનમાં આપવાની અવારનવાર ઈચ્છા વ્યક્ત કરી હોવાથી આજે પરિવારજનો દ્વારા બરોડા મેડિકલ કોલેજને તેમનો પાર્થિવ દેહ દાન કરવામાં આવ્યો હતો. શહેરના ન્યુ સમા રોડ ખાતે રહેતા ડૉ. શિલ્પા પટેલ વર્ષ ૧૯૯૬થી બરોડા મેડિકલ કોકિલેજના એનેટોમી ડિપાર્ટમેન્ટમાં એસોશિયેટ પ્રોફેસર તરીકે ફરજ બજાવે છે. તેઓના સસરા વિરમભાઇ છગનદાસ પટેલ(ઉં.વ.૭૯) સ્વસ્થ જીવન જીવી રહ્યા હતા. એવામાં ગઈકાલે તેઓની તબિયત લથડતા સારવાર માટે લઇ જવાયા હતા. જ્યા તેઓનું મૃત્યુ નીપજ્યું હતું. છગનદાસની શરૂઆતથી જ પોતાના મૃત્યુ બાદ દેહદાન કરવાની ઈચ્છા હતી. જે અંગે તેમણે પોતાના તબીબ પુત્રવધુ અને પુત્રને કહી રાખ્યું હતું. છગનદાસનું માનવું હતું કે, જો મૃત્યુ બાદ દેહને સળગાવવાથી કોઈ ફ આયદો થતો નથી, પરંતુ જો શિક્ષણ માટે દાનમાં આપવામાં આવે તો આગામી સમયમાં સારા તબીબો બહાર આવશે. જેને કારણે ગઈકાલે તેઓના મૃત્યુ બાદ પરિવારજનો દ્વારા દેહદાન માટેની વિધિવત કાર્યવાહી શરુ કરવામાં આવી હતી અને આજરોજ બરોડા મેડિકલ કોલેજના એનેટોમી વિભાગને મૃતક છગનદાસ પટેલના દેહનું દાન કરવામાં આવ્યું હતું. ડૉ. શિલ્પા પટેલના જણાવ્યા પ્રમાણે, તેનો સીધો ફાયદો ૨૫૦ જેટલા એમબીબીએસ સ્ટુડન્ટ્‌સને અભ્યાસમાં થશે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution