ગાંયગીનગર-

ગાંધીનગરની કરાઈ પોલીસ એકેડમી ખાતે ગૃહરાજ્ય મંત્રી અને રાજ્યપોલીસ વડાની અધ્યક્ષતામાં પરેડ યોજાઈ હતી. જેમાં 21 ઓક્ટોબરના રોજ પોલીસ શહાદત દિવસની યાદમાં આ પરેડ યોજાઈ હતી. પરેડમાં ફરજ દરમિયાન શહીદ થયેલા પોલીસ કર્મચારી અને અધિકારીઓનું સન્માન યોજાયું હતું. ત્યારબાદ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે, બનાસકાંઠામાં મૂકબધિર કિશોરી પર દુષ્કર્મ બાદ હત્યા અંગે કડક શબ્દોમાં આરોપીઓને ચેતવણી આવી હતી. દુષકૃત્ય કરાનારાઓને સખ્તાઇનો મેસેજ આપ્યો હતો.

ગૃહરાજ્યમંત્રી, પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે જણાવ્યું હતું કે, ડિસાની ઘટનામાં આરોપીઓને તાત્કાલિક સજા મળે તે માટે જરૂરી ફોરેન્સિકની અને બાકીની પ્રક્રિયા પણ પૂર્ણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે, જે નરાધમો આવી નાની દીકરીઓ પર દુષ્કૃત્ય કરે છે તેને ફાંસીનાં માંચડે લટકાવી શકાય તે માટે આ કેસને ફાસ્ટ ટ્રેકનાં માધ્યમથીઝડપથી આ ચૂકાદો આવે તે માટે સ્પેશિઅલ અધિકારીઓ પૂરા પાડવા અને આ માટે સ્પેશ્યલ પબ્લિક પ્રોસિક્યૂટર આ કેસ લડશે. જે નરાધમો આ પ્રકારનાં દુષકૃત્ય કરે છે તેમને સખ્તાઇનો મેસેજ આપવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધા છે. આ સાથે આવા કેસના રિવ્યૂ અને ઝડપથી આ કેસ ચાલે અને ઝડપથી કેસની સજા અપાય તે માટે રાજ્ય સરકારે આયોજન કર્યું છે.