વડોદરા-

કોરોના મહામારીની અસર દકેક ક્ષેત્રમાં દેખાઇ રહી છે એવામાં કોર્ટની કામગીરી પણ ઠપ થઇ છે. કોર્ટમાં હાલમાં અરજન્ટ મેટરોનું જ ઇ - ફાઇલિંગ થાય છે જ્યારે સિવિલ , ક્રિમિનલ અને એમએસીપીના કેસ મેન્યએલ દાખલ કરવાની પધ્ધતી હજુ શરૂ થઇ નથી . જેના કારણે વકીલાત વ્યવસાય સાથે જોડાયેલા વકીલો અને અન્ય લોકોની આર્થિક સ્થિતિ ખૂબ ખરાબ બની છે.

દેશમાં અન્ય સરકારી સંસ્થાઓમાં રાબેતા મુજબ કામગીરી શરૂ થઇ છે તો કોર્ટમાં પણ હવે એન્યુઅલ ફાઇલિંગ શરૂ કરવા તેમ જ અસીલોની ગેરહાજરીમાં વકીલો કોર્ટ સમક્ષ હિયરીંગ કરીને કામોનો નિકાલ થાય તેવી પધ્ધતિ ગોઠવવી જોઇએ તેવી માગ સાથે વડોદરા વકીલ મંડળ દ્વારા કોર્ટના ચિફ જસ્ટીસને તથા કેન્દ્ર અને રાજ્ય સરકારોને રજૂઆત કરવામાં આવી હતી

વકીલોની માગ પર ધ્યાન ન અપાતા વડોદરા વકીલ મંડળ દ્વારા આજરોજ વકીલો અચોક્કસ મુદ્દત માટે પ્રતીક ઉપવાસ આંદોલન પર કોર્ટ પરિસરની બહાર બેઠા હતા પરંતુ વકીલો દ્વારા આદોલન કરવા માટે વડોદરા પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટર પાસે મંજૂરી માગવા હતી જે પરમિશન ન મળી હોવાના કારણે ગોત્રી પોલીસ દ્વારા નવ વકીલોની અટકાયત કરવામાં આવી હતી પોલીસ દ્વારા વકીલોને સમજાવવામાં આવતા વકીલો દ્વારા હાલ આદોલન મોકુફ રાખવામાં આવ્યું હતુ પરંતુ આગામી 15 ઓગસ્ટ સુધી વકીલોની માંગણીઓ પુરી કરવા માં નહી આવે તો ગુજરાત ભરના વકીલો દ્વારા ઉગ્ર આદોલન કરવામાં આવશે તેવી ચીમકી બાર એસોસિયેશન ના પ્રમુખ હસમુખ ભટ્ટ દ્વારા ઉચ્ચારવા માં આવી હતી