/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દિલ્હી-મેરઠ રેપિડ રેલ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ ચીનની કંપનીને અપાયો

દિલ્હી-

દિલ્હીથી મેરઠની વચ્ચે બની રહેલા રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના એક સેક્શનનો એક કૉન્ટ્રાક્ટ ચીનની એક કંપનીને આપવામાં આવ્યો છે. ગત વર્ષે સરહદ પર ચાલી રહેલા તણાવની વચ્ચે આ કંપનીનો કરાર રોકી દેવામાં આવ્યો હતો. નેશનલ કેપિટલ રિઝન ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશનએ સાહિબાબાદના દિલ્હીથી ન્યૂ અશોક નગરથી ગાઝિયાબાદના સાહિબાબાદ સુધીના 5.6 કિમી લાંબા અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચને બનાવવાનો કરાર શંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપની લિમિટેડને આપ્યો છે.

એનસીઆરટીસી દ્વારા દેશના પહેલા રિઝનલ રૈપિડ રેલ ટ્રાન્ઝિટ સિસ્ટમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે જૂનમાં આના પર ઘણો જ વિવાદ થયો હતો, જ્યારે ભારત-ચીન સરહદ વિવાદની વચ્ચે એ સમાચાર આવ્યા હતા કે ચીની કંપનીએ સૌથી ઓછી કિંમતની બોલી લગાવી છે. આ વિવાદને જાેતા ચીની કંપનીના કરાર પર રોક લગાવી દેવામાં આવી હતી. રિપોર્ટ પ્રમાણે એનસીઆરટીસીનું કહેવું છે કે આ કરાર નક્કી કરવામાં આવેલી પ્રક્રિયાઓ અને નિર્દેશો પ્રમાણે થયો છે.

એનસીઆરટીસીના પ્રવક્તાએ કહ્યું કે, “કરારને લઇને મંજૂરી અનેક સ્તર પર આપવામાં આવી છે. આનું ફંડિંગ અનેક એજન્સીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ બિડ પણ નક્કી કરવામાં આવેલી પ્રક્રિયા અને નિર્દેશ પ્રમાણે આપવામાં આવી છે. હવે 82 કિમી લાંબા દિલ્હી-ગાઝિયાબાદ-મેરઠ કૉરિડોરના તમામ સિવિલ વર્કનો કરાર આપવામાં આવ્યો છે. નિર્માણકાર્ય ઝડપથી ચાલી રહ્યું છે અને પ્રોજેક્ટ સમયથી ચાલું હશે. દિલ્હી-મેરઠ વચ્ચે સેમી હાઈ સ્પીડ રેલ કૉરિડોર બનવાનો છે. આ પ્રોજેક્ટથી દિલ્હી ગાઝિયાબાદ થઈને મેરઠ સાથે જાેડાશે.

82.15 કિમી લાંબા આરઆરટીએસમાં 68.03 કિમી ભાગ એલિવેટેડ અને 14.12 કિમી અંડરગ્રાઉન્ડ હશે. અંડરગ્રાઉન્ડ સ્ટ્રેચને બનાવવાનું કામ ચીની કંપનીને આપવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ૧૨ જૂનના થયેલી બિડિંગમાં ચીનની શંઘાઈ ટનલ એન્જિનિયરિંગ કંપની લિમિટેડ સૌથી ઓછી રકમની બોલી લગાવનારી કંપની બની.


સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution