મુંબઇ-

પાલધરમાં થયેલ સાધુઓની ભીડ દ્વારા હત્યા તથા બાદ્રામાં પરપ્રાંતિય મજુરોની ભિડના મિડીયા કવરેજ બાબતે રીપબ્લીકના એડીટર ઇન ચીફ અર્નબ ગોસ્વામીને મુંબઇ પોલીસ દ્વારા કથિત સાંપ્રદાયિક ટિપ્પણીના કિસ્સામાં, કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે.

પોલીસ અધિકારીએ જણાવ્યું કે, સીઆરપીસીની કલમ -108 હેઠળ અર્ણબ ગોસ્વામીને નોટિસ પાઠવવામાં આવી છે અને તેમને પૂછવામાં આવ્યું છે કે કેમ તેમને સારા વર્તન બોન્ડ સબમિટ ન કરવા. અધિકારીએ જણાવ્યું કે ગોસ્વામીને શુક્રવારે સાંજે 4 કલાકે વરલી વિભાગના વિશેષ કાર્યકારી મેજિસ્ટ્રેટ અને મદદનીશ પોલીસ કમિશનર સમક્ષ હાજર થવા જણાવ્યું છે.

નોટિસ અનુસાર, 21 એપ્રિલે, ગોસ્વામીએ 'પૂછતા હૈ ભારત' કાર્યક્રમમાં પાલઘરમાં ટોળા દ્વારા બે સાધુઓ અને તેમના ડ્રાઇવરની હત્યા અંગે ચર્ચા કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે શું હિન્દુ છે અને કેસરી પહેરેલો ગુનો છે અને શું તેઓ લોકો બિનહિન્દુ હોત તો આ રીતે ચૂપ રહેત. અધિકારીએ જણાવ્યું હતું કે ગોસ્વામી પાસેથી એક વર્ષ માટે તેના વર્તનને નિયંત્રિત કરનાર ગેરેંટર સાથે 10 લાખ રૂપિયાની બોન્ડ લઈ શકાય છે.