મધ્યપ્રદેશ-

છિંદવાડા જિલ્લામાં મહિલાઓ વિરુદ્ધના ગુનાના કેસો સતત વધી રહ્યા છે. તાજેતરનો કિસ્સો કુંદીપુરા પોલીસ સ્ટેશનનો છે, જ્યાં દુષ્કર્મની ફરિયાદ નોંધાવવા માટે આવેલી 14 વર્ષિય સગીરાને પોલીસ સ્ટેશનમાં જ ડિલિવરી થઈ હતી. જે મહિલા ટીઆઈએ પોલીસ સ્ટેશનમાં જ સગીરની ડિલિવરી કરી હતી. પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ગુનો નોંધીને આરોપીની ધરપકડ કરી છે. કૂંદીપુરા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પૂર્વા ચૌરસિયાએ જણાવ્યું હતું કે, 14 વર્ષીય સગીરા દુષ્કર્મની ફરિયાદ માટે મંગળવારે સાંજે પોલીસ સ્ટેશન પહોંચી હતી. અચાનક સગીરાને પ્રસવ પીડા થવા લાગી હતી. પીડિતાને પ્રસવ પીડા થતાંની સાથે પોલીસ સ્ટેશનથી જ એમ્બ્યુલન્સ મંગાવવામાં આવી હતી, પરંતુ એમ્બ્યુલન્સ બીજા દર્દીને લેવા ગઈ હતી. જેના કારણે એમ્બ્યુલન્સ તાત્કાલિક પોલીસ મથકે પહોંચી શકી ન હતી. આવી સ્થિતિમાં ટીઆઇ પૂર્વા ચૌરસિયાએ પોલીસ સ્ટેશનમાં પોસ્ટ કરેલી મહિલા કોન્સ્ટેબલ અને અન્યની મદદથી તેને ખાલી રૂમમાં પહોંચાડી હતી. આ પછી પોલીસ સ્ટેશનના વાહનથી સગીર અને નવજાતને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. પીડિતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી વિરુદ્ધ પોક્સો એક્ટ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી છે. પોલીસ સ્ટેશનમાં ડિલિવરી બાદ પોલીસે માતા-બાળકને જિલ્લા હોસ્પિટલના ગાયનેકોલોજીકલ વોર્ડમાં દાખલ કર્યા છે. જ્યાં બંને સલામત છે.