દિલ્હી-

દિલ્હીની જનતાને પ્રદૂષણથી મુક્ત બનાવવા હવે રાજધાનીનાં કનોટ પ્લેસમાં સ્મોગ ટાવર લગાવવામાં આવ્યો છે. હવા શુદ્ધ કરવા માટે સ્મોગ ટાવર લગાવનાર દિલ્હી દેશનું પ્રથમ રાજ્ય બની ગયુ છે. 20 કરોડનાં ખર્ચે સ્થાપિત થયેલા સ્મોગ ટાવરનું કામ પૂર્ણ થઈ ગયું છે. દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે તેનું ઉદ્ઘાટન કરશે. સ્મોગ રાજધાની દિલ્હી માટે મોટી સમસ્યા છે. ધુમ્મસનાં કારણે દિલ્હીનાં લોકોએ દબાયેલી હવામાં જીવવું પડી રહ્યુ છે. પરંતુ હવે તેના ઉકેલ તરફ પગલા લેવાયા છે. તે ઉકેલ એ સ્મોગ ટાવરની સ્થાપના છે. દિલ્હીમાં પ્રથમ સ્મોગ ટાવર લગાવવામાં આવ્યુ છે. જેનું ઉદ્ઘાટન દિલ્હીનાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કરવાના છે. આ સ્મોગ ટાવર પ્રદૂષિત હવાને અંદર ખેંચશે અને સ્વચ્છ હવા છોડશે. આ સ્મોગ ટાવર દિલ્હીનાં હાર્દ કનોટ પ્લેસ પર સ્થાપિત કરવામાં આવ્યું છે. આ સ્મોગ ટાવર તેની અંદર 1 ચોરસ કિલોમીટર વિસ્તારની પ્રદૂષિત હવાને લઈને સ્વચ્છ હવા સપ્લાય કરશે. સ્મોગ ટાવર વાતાવરણમાંથી દૂષિત હવા ખેંચશે અને તેને સાફ કર્યા બાદ 10 મીટરની ઉંચાઈએ છોડશે. આ કેજરીવાલ સરકારનો પાયલોટ પ્રોજેક્ટ છે.