/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

દારૂ સગેવગે મામલામાં ચાલકનું નિવેદન લેવાયું

વડોદરા, તા.૧૧

વિદેશી દારૂ ભરેલા કન્ટેનરમાંથી રૂા.૧૦ લાખની કિંમતનો દારૂ સગેવગે કરવાના મામલામાં ડીવાયએસપીએ તપાસ શરૂ કરી છે. વાઘોડિયા સબજેલ ખાતે કન્ટેનરના ચાલકની પીએસઆઈએ પૂછપરછ કરી નિવેદન લીધું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ આવી મહત્ત્વની એલસીબી શાખામાં પેધા પડેલા કર્મચારીઓ ૭ થી ૧૦ વર્ષ થવા છતાં એ જ જગ્યાએ ચીટકી રહ્યા હોવાથી આવી પ્રવૃત્તિ કરવાની હિંમત આવી ગઈ હોવાનું કહેવાય છે.

નોઈડાથી ઓરલ કેર પ્રોડક્ટના પેકિંગ માટેના ખોખાં ભરી નીકળેલ કન્ટેનરની આડમાં વિદેશી દારૂનો મોટો જથ્થો વડોદરાના અલ્હાદપુરા હનુમાનજી મંદિર પાસે લઈ જતાં એલસીબીએ ગોલ્ડન ચોકડી નજીક ઝડપી પાડયો હતો અને ડ્રાઈવરને ખાનગી મારુતિ એસક્રોસ કાર કે જેનો નંબર પણ લગાવેલો નથી એમાં બેસાડી જરોદ થઈ વાઘોડિયા લઈ જવાયો હતો. પાછળ પોલીસના માણસોએ કન્ટેનર ચલાવી રસ્તામાં રોકી રૂા.૧૦ લાખની કિંમતનો દારૂનો મોટો જથ્થો સગેવગે કર્યા બાદ વાઘોડિયા પોલીસ મથકે રપ૦ પેટીને બદલે માત્ર ૩૦ પેટી જથ્થો દર્શાવ્યો હતો. એની કબૂલાત કરતો ચાલક મોહરસિંગનો ઓડિયો-વીડિયો વાયરલ થતાં આ અંગે ભાંડો ફૂટયો હતો. જ્યારે સબજેલમાં અન્ય કેદીઓ સાથે પણ આ અંગે વાતચીત કરતાં કૌભાંડની જાણકારી બહાર આવી હતી.

અખબારમાં એલસીબના અસલમ સહિત અન્યોની કરતૂતોના અહેવાલ પ્રકાશિત થતાં જ જિલ્લા પોલીસવડા સુધીર દેસાઈ ચોંકી ઊઠયા હતા અને આ મામલાની તપાસ તાત્કાલિક ડીવાયએસપી સુદર્શનસિંહ વાળાને સોંપવામાં આવી હતી. એ અંતર્ગત વાઘોડિયા સબજેલમાં રહેલા કન્ટેનર ચાલક મોહરસિંગ જાટવની પૂછપરછ કરી પીએસઆઈ પરમારે નિવેદન લીધું હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. બીજી તરફ કરતૂતો બહાર આવતાં જ એલસીબીના કેટલાક ભ્રષ્ટાચારી કર્મચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. ખાસ કરીને અસલમ નામનો જવાન કે જેની બીટ ડભોઈ હોવા છતાં હંમેશાં જરોદ-હાલોલ વચ્ચે નંબર વગરની કાર લઈને ફરતો હતો, એ હવે જરોદ બાજુ ફરકતો પણ નથી, જ્યારે દારૂનો જથ્થો સગેવગે કરવામાં સામેલ ટોળકી ચૂપચાપ ફરજ બજાવે છે અને મામલામાંથી છટકવા માટે ગોડફાધરોના શરણે ગઈ હોવાનું પોલીસબેડામાં ચર્ચાઈ રહ્યું છે.

કેટલાક દાગદાર પોલીસ કર્મચારીઓ એલસીબીમાં વર્ષોથી ચીટકી રહ્યા છે

જિલ્લા એલસીબીમાં ફરજ બજાવતા કેટલાક પોલીસ કર્મચારીઓ ૭ થી ૧ર વર્ષ સુધી એક જ પોસ્ટિંગ ઉપર જગ્યા મેળવી મલાઈ ખાઈ રહ્યા છે. ખરેખર તો ગૃહ વિભાગનો નિયમ છે કે આવી મહત્ત્વની જગ્યાઓ ઉપર વર્ષ અને વધારેમાં વધારે પાંચ વર્ષ જ પોલીસ કર્મચારીઓ ફરજ બજાવી શકે, પરંતુ અધિકારીઓ સુધી હપ્તા પહોંચાડતા કેટલાક પોલીસ કર્મચારીઓ ૧ર વર્ષો થવા છતાં એક જ જગ્યાએ ચીટકી રહ્યા છે જેની તપાસ અને બદલીની માગ ઊભી થઈ છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution