/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

પાલિકામાં એક જ સવાલ દર મહિને રૂા.૧ લાખનું પ્રિમિયમ ભરતો ઉચ્ચ અધિકારી કોણ? 

સૌથી વધુ ભ્રષ્ટ કહેવાતા મહાનગર પાલિકા તંત્રના અધિકારી એ.સી.બી.ના હાથે ઝડપાયા બાદ બીજા અનેક અધિકારીઓ સામે એ.સી.બી.એ તપાસ તેજ કરી છે. ત્યારે પાલિકામાં એક ઉચ્ચ અધિકારી વિમાના પ્રીમીયમ તરીકે દર મહિને એકલાખ રૂપિયા જેવી જંગી રકમ ભરતો હોવાનું એ.સી.બી.ના ધ્યાન ઉપર આવ્યું છે. જેના આધારે એ.સી.બી. દ્વારાએ અધિકારીઓની પગારની આવક અને મિલ્કતોની શોધખોળ ચાલુ કરી હોવાનું સુત્રોએ જણાવ્યું છે. પ્રધાનમંત્રી આવાસ યોજના, મુખ્યમંત્રી આવાસ યોજના અને સ્માર્ટ સિટીના આયોજન માટે કેન્દ્ર તેમજ રાજ્ય સરકારમાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ પાલિકાને ફાળવવામાં આવે છે. જેમાંથી મોટી કટકી કરી ભ્રષ્ટાચાર થાય છે. જેમાં નેતાઓ, અધિકારીઓ અને ઇજારદારોની મિલી ભગત હોય છે. કુલ રકમના અમુક ટકા ચુકવાયા પછી જ બીલોના ચુકવણાની ફાઇલો ઉપર અધિકારીઓ સહી કરી માલેતુજાર બની ચુક્યા છે.  

પાલિકાના જ વીજીલન્સ વિભાગ મોટા ભાગની ફરિયાદોના કિસ્સામાં કુલડીમાં ગોળ ભાંગે છે ત્યારે શહેરી વિકાસનું જાેઇએ તેવું મોનીટરીંગ જ નથી પરીણામે જાગૃત નાગરીકો દ્વારા પાલિકાના ભ્રષ્ટ્રાચારી અધિકારીઓ સામે લાંચ રૂશ્વત વિભાગમાં પુરાવા સાથે ફરિયાદ બાદ ચોંકી ઉઠેલા એ.સી.બી. વિભાગે ૧૬ જેટલા અધિકારીઓ સામે તપાસ હાથ ધરી છે. આ તપાસ દરમિયાન પાલિકાનો એક ઉચ્ચ અધિકારી દર મહિને એક લાખ રૂપિયા ઉપરાંતનુ વિમા પ્રિમીયમ ચુકવતો હોવાનું બહાર આવ્યું છે. આ ઉચ્ચ અધિકારી પાસે પાલિકાના અંત્યત મહત્વના વિભાગો છે. આ અધિકારી દ્વારા મ્યુ.કર્મી અને નેતાઓને ખુશ રાખવામાં આવે છે. પાલિકામા કસ્ટોડીયન જેવી મહત્વની જવાબદારી નિભાવતા આ અધિકારી દ્વારા ઉપરની આવક જમીનોમાં પણ રોકાણ કરે છે. જેમની વિરૂદ્ધમાં એ.સી.બી. મુ.મંત્રી કચેરી અને શહેરી વિકાસમાં પણ ફરિયાદો થઇ છે.

પાલિકામાં ચાલતો ભ્રષ્ટ્રાચારમાં દરેકને ચોક્કસ હિસ્સો મળતો હોય છે. વીજીલન્સની એક પણ તપાસમાં સાચી માહિતી બહાર આવતી નહી હોવાથી ભ્રષ્ટ અધિકારીઓ બેફામ બન્યા છે. અગાઉ પાલિકાના સિટી એન્જીનીયર , કાર્યપાલક એન્જીનિયર, આસી મ્યુ.કમીશ્નર સહિત અન્ય અધિકારીઓ એ.સી.બી.ની હડફેટમાં આવી ચુક્યા છે. ત્યારે જાગૃત નાગરીકોએ હવે મેદાને પડી આવા ભ્રષ્ટ અધિકારીઓને ખુલ્લા પાડવાનું નક્કી કર્યું છે. આગામી દિવસોમાં એ.સી.બી.ના સકંજામાં પાલિકાના વધુ અધિકારીઓ આવી શકે છે એમ સુત્રોએ જણાવ્યું છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution