પીએમએ ભારતના સ્પેસક્ષેત્રની પ્રગતિ માટે મોટી વાત કરી  
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
23, ઓગ્સ્ટ 2026  |   2475


ભારતના અવકાશ ક્ષેત્રને વૈશ્વિક સ્તરે નવી ઓળખ અપાવવાના પ્રયાસો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતને વિશ્વભરની અવકાશ પ્રતિભા માટે પસંદગીનું સ્થળ બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે દેશમાં એવું અનુકૂળ અને પ્રોત્સાહક વાતાવરણ ઊભું કરવું જરૂરી છે, જે વિશ્વના ખૂણે-ખૂણેથી પ્રતિભાશાળી લોકોને ભારત તરફ આકર્ષે.રવિવારે ત્રીજા રાષ્ટ્રીય અવકાશ દિવસના અવસરે વડાપ્રધાન મોદીએ ‘સેવા તીર્થ’ ખાતે અવકાશ ક્ષેત્રના ૨૦ સ્ટાર્ટઅપ્સના સ્થાપકો અને સીઈઓ સાથે ખાસ બેઠક યોજી હતી.

આ બેઠક દરમિયાન તેમણે ભારતના સ્પેસ સેક્ટરના ભવિષ્ય, સ્ટાર્ટઅપ્સની ભૂમિકા અને વૈશ્વિક સ્તરે ભારતની વધતી તકો અંગે ચર્ચા કરી હતી.વડાપ્રધાન મોદીએ કહ્યું કે ભારત માત્ર અવકાશ ટેક્નોલોજી વિકસાવતું અને સેટેલાઇટ લોન્ચ કરતું દેશ ન રહે, પરંતુ વિશ્વના પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો, એન્જિનિયરો અને ઉદ્યોગસાહસિકો પોતાની કારકિર્દી બનાવવા માટે ભારતને પસંદ કરે તેવું વૈશ્વિક કેન્દ્ર બનવું જાેઈએદુનિયાના કોઈપણ ખૂણામાં રહેલી વ્યક્તિ જ્યારે સ્પેસ સેક્ટરમાં કંઈક મોટું કરવાની વિચારણા કરે ત્યારે તેના મનમાં સૌથી પહેલાં ભારતનું નામ આવે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution