મુબંઇ,

કોરોનાના વધતા જતા કેસો વચ્ચે પહેલી જુલાઈથી દેશમાં અનલોક -2 ની પ્રકિયા લાગુ કરવામાં આવશે. આ સમયે,પણ  અમુક વિસ્તારો લોકડાઉનનુ કડક રીતે પાલન કરવામાં આવશે  તો બીજી તરફ ઘણા પ્રકારોમાં રાહત આપવામાં આવી છે. શેર બજારે આ નવા અનલોકનું ખુલ્લેઆમ સ્વાગત કર્યું છે.

એક દિવસ અગાઉ સોમવારના ઘટાડા પછી મંગળવારે ભારતીય શેરબજારમાં રિકવરી જોવા મળી હતી. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ 250 પોઇન્ટ સુધી મજબૂત થયો અને ફરી 35 હજારનો આંક પાર કર્યો. એ જ રીતે, નિફ્ટીની વાત કરીએ તો લગભગ 70 પોઇન્ટનો ઉછાળો રહ્યો હતો અને તે 10 હજાર 400 પોઇન્ટની સપાટીએ પહોંચ્યો હતો.

વિદેશી બજારોના નબળા સંકેતોને કારણે સોમવારે સ્થાનિક બજારમાં વેચવાલીનું દબાણ યથાવત્ રહ્યું. સેન્સેક્સ 210 અંક એટલે કે 0.60 ટકા ગબડીને 34961.52 ની સપાટીએ બંધ રહ્યો હતો. અગાઉના સત્રથી નિફ્ટી પણ 71 અંક એટલે કે 0.68 ટકાની નબળાઇ સાથે 10,312 પોઇન્ટ પર રહ્યો હતો.બીએસઈના 30 શેરોમાં નવ શેરોમાં સુધારો જ્યારે 21 શેરો બંધ રહ્યા હતા. એચડીએફસી બેન્ક (1.97 ટકા), યુનિલિવર (1.30 ટકા), કોટક બેંક (1.27 ટકા), ભારતી એરટેલ (1.24 ટકા) અને આઈટીસી (1.08 ટકા) સૌથી ઝડપથી વિકસતા પાંચ શેરો છે.