/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

ચરોતરમાં તાપમાન ગગડ્યું, પારો ૧૬ ડિગ્રીએ પહોંચ્યો

આણંદ : આણંદ-ખેડા જિલ્લામાં ધીમે ધીમે શિયાળો સ્પીડ પકડી રહ્યો છે. લઘુત્તમ તાપમાનનો પારો ગગડી રહ્યો છે. ચરોતરમાં ઠંડીનો પારો ૧૬ ડિગ્રી પર પહોંચી ગયો છે. આણંદ-ખેડા સહિત સમગ્ર ચરોતરમાં દિવાળીનો તહેવારો પૂરો થવાની સાથે જ ઠંડી જામી રહી છે.  

ચરોતર પંથકમાં ગઈકાલની સરખામણીમાં લઘુત્તમ તાપમાનમાં અશંત ઃ ઘટાડો થતાં ઠંડીનું પુનઃ જાેર શરૂ થયું હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસથી ચરોતર પંથકમાં નિવાર વાવાઝોડાની આંશિક અસરના કારણે લઘુત્તમ તાપમાનનો પારો ઉપર ગયો હતો. જાેકે, નિવાર વાવાઝોડું પુડ્ડુચેરીના કિનારે નબળું પડતાં ચરોતરમાં પુનઃ શિયાળાની જમાવટ શરૂ થઈ છે. બીજી તરફ ઉત્તર પૂર્વીય રાજ્યોમાં પડેલી હિમાવર્ષાના કારણે દિવસ દરમિયાન ૬ કિમી પ્રતિકલાકની ઝડપે પવનો ફૂંકાતા સમગ્ર વિસ્તારમાં ટાઢોળું ફરી વળ્યું હતું.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં ઠંડીનુ જાેર વધવાની સંભાવના છે. આણંદ કૃષિ. યુનિ.ના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે આણંદ જિલ્લામાં મહત્તમ તાપામનનો પારો ૩૪ તેમજ લઘુત્તમ તાપમાન ૧૬ ડિગ્રીએ સ્થિર હતો.

હવામાન વિભાગ અનુસાર, ઉત્તર-પશ્ચિમ તરફથી ઠંડા પવનો ફૂંકાતા વાતાવરણમાં પલટો આવ્યો છે. પવનની ગતિ ૩ કિમી પ્રતિ કલાકની છે. બર્ફિલા પવનો ફૂંકાતા હોવાથી આણંદ-ખેડા સહિત સમગ્ર ચરોતરમાં ઠંડીનું મોજુંં ફરી વળ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અગામી દિવસોમાં હજી પારો વધુ ગગડે તેવી સંભાવના છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution