/
 ઉત્તરાખંડ સરકારે શરૂ કરી ચાર ધામ યાત્રાની તૈયારીઓ, વસંત પંચમીના દિવસે તારીખો જાહેર કરાશે

ચાર ધામ દેવસ્થાનમ બોર્ડના મુખ્ય કાર્યકારી અધિકારી રવિનાથ રામેને કહ્યું કે, ‘અમે કેદારનાથ અને બદ્રીનાથમાં મહત્વપૂર્ણ બાંધકામના કામો શરૂ કર્યા છે. તેની રૂપરેખા નક્કી કરવામાં આવી છે. કેદારનાથમાં રાવલ અને પૂજારી નિવાસસ્થાન, ભોગમંડી ખાતે બાંધકામની કામગીરી શરૂ કરવા માટે એક એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.

ગંગોત્રી ધામ માટે દેવસ્થાનમ બોર્ડની ઓફિસ ઉત્તરાકાશીના મનેરી અને બરકોટમાં યમુનોત્રી ધામ માટે સ્થાપિત કરવામાં આવી છે. હવે આ કચેરીઓને વધુ કાર્યક્ષમ બનાવવામાં આવી રહી છે. દરમિયાન  બોર્ડના અધિક મુખ્ય કાર્યકારી અધિકારી બી.ડી.સિંઘ બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા અને ત્યાં જમીનોનું નિરીક્ષણ કર્યું હતું. તે જ સમયે, તે શિયાળાની સુરક્ષામાં તૈનાત સૈનિકોને પણ મળ્યા હતા. તેમણે મંદિરના બાહ્ય પરિસર, તપતકુંડ સંકુલ, યાત્રી નિવાસ, યાત્રી આશ્રયસ્થાન, તેમજ બસ સ્ટેન્ડ સંકુલનું નિરીક્ષણ કર્યું. તેમણે માહિતી આપી કે બદ્રીનાથ ધામ તરફ જવાનો રસ્તો ખરાબ હાલતમાં છે. મંદિર સંકુલમાં થોડોક બરફ પણ છે. પરંતુ પરિસ્થિતિને સામાન્ય કહી શકાય છે અને યાત્રા માટેની તૈયારીઓ શરૂ કરી શકાય છે.

આ વખતે યાત્રાની તારીખોની જાહેરાત વસંત પંચમીના દિવસે કરવામાં આવશે. કોરોના મહામરીને કારણે ગયા વર્ષે ચાર ધામ યાત્રા રદ કરવામાં આવી હતી. રાજ્ય સરકારે ભક્તો માટે ચાર ધામ યાત્રા 1 જુલાઇથી શરૂ કરી હતી. જુલાઇના અંતિમ સપ્તાહમાં રાજ્ય સરકારે અન્ય રાજ્યોના ભક્તોને અમુક શરતો સાથે ચાર ધામ યાત્રાની મંજૂરી આપી હતી.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution