/
ખેરાલુમાં યોજાયેલા પ્રાથમિક શિક્ષકોના કાયમી નિમણૂક કેમ્પમાં હોબાળો મચ્યો

ખેરાલુ : મહેસાણા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સતલાતસણા અને ખેરાલુ તાલુકાના ૧૧ શિક્ષકોની ઘટમાં ફરજ બજાવતા હતા. બીઆરસી ભવન ખેરાલુ ખાતે જિલ્લા શિક્ષણ અધિકારી, પુલકિત જોશી, અને જિલ્લા પંચાયતના શિક્ષણ ચેરમેન હસમુખભાઈ ચૌધરી સહિતની હાજરીમાં સંગઠનના હોદ્દેદારો સાથે મિટિંગ કરી કાયમી ઓર્ડર આપવાનો કેમ્પ યોજાયો હતો પરંતુ શિક્ષકોએ જૂની જગ્યાએ બજાવેલી ફરજની તારીખો ગણવા મુદ્દે રકજક થઈ હતી. જેથી શિક્ષકોએ ઓર્ડર લીધા નહોતા. એક શિક્ષકે ઓર્ડર લેતાં સંગઠન દ્વારા વિરોધ કારાયો હતો. મામલો ઉગ્ર બનતાં મુલતવી રહ્યું હતું. અધિકારીઓ વડનગર જવા નીકળી ગયા હતા.ખેરાલુ બીઆરસી ભવન ખાતે સતલાસણા તાલુકાના ચાર અને ખેરાલુ તાલુકાના સાત શિક્ષકોની કાયમી નિમણૂક માટેનો કેમ્પ યોજ્યો હતો. આ શિક્ષકોને કાયમી નિમણૂકના ઓર્ડરમાં જૂની જગ્યાએ ફરજ બજાવેલી તારીખને ગણવાને બદલે કાયમી નિમણૂંકની તારીખને ગણવામાં આવી હતી. આ મુદ્દે શિક્ષણના બંને સંગઠનો દ્વારા વિરોધ કરાયો હતો. અને જૂની તારીખથી ફરજને ગણવાનો બંને સંગઠનો અને શિક્ષકો દ્વારા જણાવાયું હતું પરંતુ તંત્ર દ્વારા કાયમી ઓર્ડરની તારીખને જ ફરજની તારીખો ગણવાનું કહેતાં હોબાળો મચ્યો હતો.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution