દિલ્હી-

આરબીઆઇએ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી છે અને તે કહે છે કે, ઓનલાઇન મર્ચન્ટ, ઇ કોમર્સ વેબસાઇટ અને પેમેન્ટ એગ્રીગેટર ઓનલાઇન ગ્રાહકના કાર્ડ ડિટેઇલ્સને સ્ટોર કરવાની અનુમતિ નહી હોય. આ નિયમ એમેઝોન, ફ્લિપકાર્ટ, ગૂગલ પે, પેટીએમ, નેટફ્લિક્સ વગેરે પર કંપનીઓ કાર્ડ નંબર સ્ટોર નહી કરી શકે.

આ વાતનો મતલબ છે કે ઓનલાઇન પેમેન્ટ કરવા માટે તમારે સીવીવી નંબરની જગ્યાએ બધી જ ડિટેલ્સ ભરવાની રહેશે. આરબીઆઇના સેક્યુલર અનુસાર આ ગાઇડલાઇન્સ જુલાઇ 2021થી લાગૂ થશે. તમે વિચારી શકો છો કે આ નવા નિયમો દેશને કેશલેશ બનાવવાની પ્રક્રિયામાં હર્ડલ લાવશે પરંતુ છેતરપિંડીના કેસમાં જોખમ ઉઠાવવા કરતા આ નિયમો લાગૂ કરવા વધારે યોગ્ય છે. નેસકોમે ચિંતા જાહેર કરી આઇટી ઇન્ડસ્ટ્રી નેસકોમે પહેલી જાન્યુઆરીમાં આ રીતના પગલા પર ચિંતા વ્યક્ત કરી છે. તેમનો તર્ક છે કે આ પ્રકારની ઓનલાઇન પેમેન્ટનો અનુભવ ગંભીર સાબિત થઇ શકે છે.