12, ફેબ્રુઆરી 2023
396 |
ભુજ નખત્રાણા લખપત ધોરીમાર્ગ પરના ઉગેડી ગામ નજીક શનિવારે સવારે ૧૧.૩૦ વાગ્યાની આસપાસ માતાના મઢ તરફ જતી ઇકો કાર ધડાકાભેર પુલ સાથે અથડાઈ પડતા તેમાં સવાર ત્રણ વ્યક્તિનાં કરુણ મૃત્યુ નિપજ્યા છે. જ્યારે ૫ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને ૧૦૮ એમ્બ્યુલન્સ દ્વારા પ્રથમ નખત્રાણા સરકારી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવ્યા બાદ વધુ સારવાર અર્થે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના પગલે નખત્રાણા પોલીસ ઘટનાસ્થળે જવા રવાના થઈ હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સુત્રોમાંથી પ્રાપ્ત પ્રાથમિક માહિતી મુજબ ભૂજ બાજુથી માતાના મઢ તરફ જઈ રહેલી ઇકો કાર આજે સવારે ૧૧.૩૦ના અરસામાં નખત્રાણા તાલુકાના ઉગેડી નજીક પુલ સાથે અથડાઈને અકસ્માતગ્રસ્ત બની હતી. જેના પગલે કારમાં સવાર ૭ લોકો પૈકી ૨ વ્યક્તિના ઘટનાસ્થળે અને એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જ્યારે ઘટનામાં ઘાયલ થયેલા ૪થી ૫ લોકોને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે પ્રથમ નખત્રાણા અને ત્યારબાદમાં વધુ સારવાર માટે ભુજની જીકે જનરલ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. હતભાગીઓના મૃતદેહને નખત્રાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા હતા. ભુજના પાલારા જેલના કર્મચારીઓ માતાનામઢ દર્શન કરવા જતા હતા દરમિયાન નખત્રાણા તાલુકાના ઉગેડી પાસે સામેથી આવતી ગાડી વાળાને બચાવા જતા રોડ પાસેના પુલ સાથે ભટકાતા અકસ્માત સર્જાતા સવિતાબેન બળદેવભાઈ પરમાર, ધનગૌરીબેન પરમાર અને ભરત પરમારના ઘમોત નિપજ્યા હતા. જ્યારે અન્ય પાંચ લોકોને ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.