ક્રાઇમ થ્રિલર ફિલ્મમાં નવાઝ જટિલ યાદવ નામના પોલીસ ઓફિસરના રોલમાં છે જે સ્થાનિક રાજકારણીના મર્ડરના કેસની તપાસ કરી રહ્યો હોય છે. રાજકારણીના બીજા લગ્નમાં જ તેને કોઈ ગોળી મારી દે છે અને નવાઝ આ આખી ગુથ્થી સોલ્વ કરે છે.  રાત અકેલી હૈ ફિલ્મથી કાસ્ટિંગ ડિરેક્ટર હની ત્રેહાન ડિરેક્ટર તરીકે ડેબ્યુ કરી રહ્યા છે. રાધિકા આપ્ટે નેટફ્લિક્સ પર ઘુલ વેબ સિરીઝ બાદ આ ફિલ્મથી કમબેક કરી રહી છે.

આ સિવાય નવાઝ નેટફ્લિક્સ ઓરિજિનલ ફિલ્મ સિરિયસ મેનમાં પણ જોવા મળશે. ફિલ્મની સ્ટારકસ્ટમાં આદિત્ય શ્રીવાસ્ત, શ્વેતા ત્રિપાઠી, ઈલા અરુણ, શિવાની રઘુવંશી અને તિગ્માંશુ ધુલીયા પણ સામેલ છે. નેટફ્લિક્સસે જાહેર કરેલ કુલ 17 પ્રોજેક્ટ્સમાં 8 ફિલ્મ્સ છે. આ સિવાય નેટફ્લિક્સ ઓરિજિનલ વેબ સિરીઝ અને ફિલ્મ્સ પણ સામેલ છે. 

કોરોના મહામારીમાં થિયેટર બંધ હોવાના કારણે ફિલ્મમેકર્સ તેમની ફિલ્મ્સ ઓનલાઇન સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ પર રિલીઝ કરી રહ્યા છે. નેટફ્લિક્સે એકસાથે 17 પ્રોજેક્ટ્સની જાહેરાત કરી છે. તેમાં એક નવાઝુદ્દીન સિદ્દીકી અને રાધિકા આપ્ટે સ્ટારર ફિલ્મ રાત અકેલી હૈ છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું છે અને ફિલ્મ 31 જુલાઈના સ્ટ્રીમ થશે.