/
રાજ્યના ૭૭ આઇએએસ અધિકારીઓની સાગમટે બદલીઓ

ગાંધીનગર, ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં સરકાર દ્વારા વહીવટી તંત્રમાં મોટે પાયા ઉપર ફેરફારો કરાયા છે, દસ દિવસ અગાઉ ૨૬ સનદી અધિકારીઓની બદલી કરાયા બાદ આજે વધુ ૭૭ આઇએએસ  અધિકારીઓની સાગમટે બદલીઓના આદેશો કરવામાં આવ્યા છે. તેમાં શિક્ષણ વિભાગનાં પ્રિન્સિપલ સેક્રેટરી અંજુ શર્મા, સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમના એમડી એસ. જે. હૈદર રાજકોટ મ્યુનિ. કમિશનર અને કલેક્ટર, અમદાવાદ જિલ્લાના ડીડીઓ તેમજ એએમસીના ત્રણ ડીવાયએમસી સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.આ બદલીના આદેશો અનુસાર રાજ્યના સિનિયર આઇએએસ અધિકારી અંજુ શર્માને શિક્ષણમાંથી બદલીને રોજગાર વિભાગમાં ફરજ સોંપાઇ છે, જ્યારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ નિગમના એમડી એસ. જે.  હૈદરની બદલી કરીને તેમણે શિક્ષણ વિભાગમાં અંજુ શર્માના સ્થાને મૂકાયા છે. રોજગાર વિભાગના સચિવ હર્ષદ પટેલની બદલી કરીને પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ વિભાગમાં વાઈસ-ચેરમેન તરીકેની જવાબદારી સોંપાઈ છે.જ્યારે રાજકોટના જિલ્લા કલેકટર રેમ્યા મોહનની બદલી કરીને નેશનલ હેલ્થ કમિશનમાં ડિરેકટર તરીકે નિમણૂક કરાઈ છે.  રાજકોટ મ્યુનિિ. કમિશનર ઉદિત અગ્રવાલની મહેસાણા જિલ્લા કલેકટર તરીકે બદલી કરાઈ છે. જ્યારે સુરત કલેકટર ધવલ પટેલની ગાંધીનગરઅર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી (ગુડા)ના સીઇઓ તરીકે નિમણૂક કરવામાં આવી છે.અમદાવાદ જિલ્લાના ડીડીઓ અરુણ મહેશ બાબુ એમ.એસ.ને રાજકોટ કલેક્ટર તરીકે મૂકાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડીવાયએમસી દિલીપ રાણાને કમિશનર આદિજાતિ વિકાસ તરીકે મૂકાયા છે. એએમસીના ડીવાયએમસી નીતિન સાંગવાનને ડીડીઓ સાબરકાંઠા તરીકે અને એએમસીના ડીવાયએમસી ડૉ. ઓમપ્રકાશને ડીડીઓ મહેસાણા તરીકે મૂકાયા છે.વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના પીએસ નૈનેશ ત્રિવેદીને શહેરી વિકાસ અને શહેરી આવાસ વિકાસના સીઇઓથી બદલીને ડીવાયએમસી, એએમસી તરીકે મૂકાયા છે. આણંદના કલેકટર રાજદેવસિંહ ગોહિલને કલેકટર ગીર સોમનાથ તરીકે, પોરબંદરના એડિ. કલેકટર રાજેશ તન્નાની બદલી કરીને જૂનાગઢ મ્યુનિ.કમિશનર તરીકે મૂકાયા છે.રાજકોટ મ્યુનિ.કમિશર તરીકે અમિત અરોરા, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી તરીકે દેવ ચૌધરી અને રાજકોટ ડે.મ્યુનિસિપલ  કમિશનર તરીકે આશિષ કુમારની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે  રિજિયોનલ મ્યુનિ. કમિશનર, રાજકોટ તરીકે વરુણ કુમાર બરણવાલ અને પીજીવીસીએલના એમડી તરીકે ધીમંતકુમાર વ્યાસની નિમણૂક કરવામાં આવી છે.

સંબંધિત સમાચાર
© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution