સફાઈ કર્મીઓને કાયમી કરવા મુદ્દે ‘તૂ તૂ મેં મેં’
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   1782

ગત જુલાઈમાં નામદાર હાઈકોર્ટ દ્વારા કરમસદ આણંદ મનપામાં દશ વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા સફાઇ કર્મીઓને કાયમી કરવા ના હૂકમ કરવા છતાં મનપા દ્વારા ઢીલ નિતી અપનાવવા ઉપરાંત આગામી ૬ઠ્ઠીના મનપાની સામાન્ય સભામાં પણ ઠરાવ રજૂ ન કરાતાં ઉઠેલ વિવાદ સાથે સેવા સંકલ્પ અભિયાન હેઠળ મનપા વિસ્તારમાં સફાઇ ઝુંબેશ હાથ ધરવા સમયે કરોડના કોન્ટ્રાક્ટ મેળવતા કોન્ટ્રાકટર ના સુપરવાઇઝર સાથે આજે બોરસદ ચોકડી પાસે સફાઇ કર્મીઓ અને સુપરવાઇઝર સાથે તૂ તૂ મેં મેં ના દ્રશ્યો સર્જાતા મુદ્દો ચર્ચાની એરણે ચઢતાં આખરે બંને પક્ષ સાથે છેડો જાેડી મામલો થાળે પાડી સફાઇ ઝુંબેશ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.પ્રાપ્ત વિગત અનુસાર વડાપ્રધાન મોદીના જન્મદિન અનુલક્ષીને આણંદ શહેર સહિત જીલ્લામાં સેવા સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે.જેના પગલે કરમસદ આણંદ મનપા વિસ્તારમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાતાં આજે શહેરના બોરસદ ચોકડી પાસે સફાઇ હાથ ધરવા સમયે મનપામાં કરોડના કોન્ટ્રાક્ટ મેળવનાર કોન્ટ્રાકટર ના સુપરવાઇઝર સાથે સફાઇ કર્મીઓ સાથે તૂ તૂ મેં મેં ના દ્રશ્યો સર્જાતા મુદ્દો ચર્ચાની એરણે ચઢવા પામ્યા હતા.જાેકે બાદમાં બંને પક્ષે સમજૂતી સાધી મામલો થાળે પાડી પુન: સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હોવાનું જાણવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છેકે હાઇકોર્ટ દ્વારા ગત જુલાઈમાં મનપામાં દશ વર્ષ ઉપરાંતથી ફરજ બજાવતા સફાઇ કર્મીઓને કાયમી કરવાના હૂકમ છતાં મનપા દ્વારા યેનકેન પ્રકારે ઢીલ નિતી અપનાવતા ઉપરાંત આદેશ બાદ મનપાની યોજાયેલ સામાન્ય સભા, ઉપરાંત સ્થાયી સમિતી બેઠકમાં પણ મંજૂરી ન આપતાં સાથે આગામી ૬ઠ્ઠીના યોજાનાર મનપા સામાન્ય સભામાં પણ ઠરાવ રજૂ ન કરાતાં સફાઇ કર્મીઓમાં આંતરિક રોષ હોવાની ચર્ચા ઉઠવા પામી નું જાણવા મળેલ છે.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution