દિલ્હી-

સુપ્રિમ કોર્ટે ફ્યૂચર ગ્રુપ અને અમેઝૉનના વિવાદમાં આજે પોતાનો નિર્ણય અમેઝૉનના હકમાં સંભળાવ્યો છે. આ પછી રિલાયન્સનો શેર 2 પરસેન્ટ તૂટ્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યુ કે સિંગાપુર આર્બિટ્રેટરે ઑક્ટોબરમાં ઈમરજન્સી સુનવણીમાં આ ડીલ પર પ્રતિબંધ લગાવાનો જે નિર્ણય કર્યો હતો તે નિર્ણય ભારતમાં લાગૂ થશે. રિલાયંસ રિટેલ અને ફ્યૂચર ગ્રુપમાં થયેલા ડીલની વિરૂદ્ઘ અમેઝૉને સિંગાપુર ઈંટરનેશનલ આર્બિટ્રેશન સેંટર (SIAC) માં ઈમરજન્સી કેસ ફાઈલ કર્યા હતા. આ કેસનો નિર્ણય અમેઝૉનના પક્ષમાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટે તેના નિર્ણયને ભારતમાં લાગૂ કરવાની વાત કરી છે. તેનાથી રિલાયંસ રિટેલ અને ફ્યૂચર ગ્રુપની ડીલને ઝટકો લાગી શકે છે.

આશરે એક વર્ષ પહેલા રિલાયંસ રિટેલે ફ્યૂચર ગ્રુપના રિટેલ, હોલસેલ, લૉજિસ્ટિક્સ અને વેરહાઉસ બિઝનેસને ખરીદવાનો નિર્ણય કર્યો હતો. આ ડીલ 24,713 કરોડ રૂપિયામાં થઈ રહી હતી. ઓગસ્ટ 2020 માં કારોબારમાં આવેલ મંદીની બાદ ફ્યૂચર ગ્રુપના પ્રમોટર કિશોર બિયાનીએ પોતાનો બિઝનેસ વેચવાનો નિર્ણય કર્યો હતો. અમેઝૉનએ ડિસેમ્બર 2019 માં ફ્યૂચર રિટેલની એક કંપની ફ્યૂચર કૂપંસમાં 49 ટકા ભાગીદારી લીધી હતી. અમેઝૉનએ આ ડીલની વિરૂદ્ઘ ઑક્ટોબર 2020 માં SIAC માં પણ કેસ કર્યો હતો. અમેઝૉનએ ઘણી કોર્ટમાં આ કેસ દાખલ કરી દીધો હતો. ભારતમાં સુપ્રીમ કોર્ટની સાથે-સાથે દિલ્હી હાઈ કોર્ટમાં પણ આ કેસ દાખલ છે. અમેઝૉનનો આરોપ છે કે ફ્યૂચર રિટેલ તેની પ્રતિદ્વંદી કંપની રિલાયંસ રિટેલને પોતાની કંપની વેચીને ડીલ કરી શર્તોનું ઉલ્લંઘન કરી રહી છે. આ કેસમાં SIAV ના ત્રણ સભ્ય પૈનલે જુલાઈમાં ફ્યૂચર રિટેલ અને અમેઝૉન-બન્નેની દલીલ સાંભળી હતી અને તેનો નિર્ણય આવવાનો હજુ બાકી છે.