ઉસ્માનપુરા લૂંટના બે આરોપીઓ સળિયા પાછળ, હ્યુમન ઇન્ટલિજન્સના આધારે ક્રાઇમ બ્રાંચે આરોપીઓને ઝડપ્યાં
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
01, ઓક્ટોબર 2026  |   2079

અમદાવાદ શહેરના વાડજ વિસ્તારમાં આવેલા ઉસ્માનપુરા નાબાર્ડ બેંક નજીક જાહેરમાં બનેલી લૂંટની એક સનસનાટીભરી ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી હતી.ક્રાઈમ બ્રાન્ચની એલસીબી ટીમે આ ગંભીર ગુનાનો ભેદ માત્ર ગણતરીના કલાકોમાં જ સફળતાપૂર્વક ઉકેલી નાખ્યો છે અને આરોપીઓને સળિયા પાછળ ધકેલી દીધા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, વાડજ વિસ્તારમાં નાબાર્ડ બેંકની આસપાસ જાહેરમાં લૂંટની આ ઘટના બની હતી.ઘટનાની ગંભીરતાને જાેતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું અને તાત્કાલિક તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.પોલીસ ટીમે ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આસપાસના વિસ્તારોમાં લાગેલા સીસીટીવી ફૂટેજની તપાસ હાથ ધરી હતી.ટેક્નિકલ એનાલિસિસ અને હ્યુમન ઇન્ટેલિજન્સની માહિતીના આધારે પોલીસે ટૂંક સમયમાં જ ગુનેગારોનું સગડ મેળવીને તેમને દબોચી લીધા હતા. પોલીસની પૂછપરછ અને તપાસમાં આ લૂંટને અંજામ આપનાર બે શખ્સોના નામ સામે આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાં મોહમદઅરમાન શેખ અને સોહીલખાન પઠાણનો સમાવેશ થાય છે.આ બંને આરોપીઓ અમદાવાદના જ દાણીલીમડા વિસ્તારમાં રહેતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.એલસીબીની ટીમે ત્વરિત કાર્યવાહી કરીને આ બંને આરોપીઓની ધરપકડ કરી લીધી હતી અને તેમની પાસેથી લૂંટમાં ગયેલા મૂલ્યવાન મુદ્દામાલની પણ સઘન કબજા કાર્યવાહી હાથ ધરી હતી.


© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution