01, સપ્ટેમ્બર 2025
વોશિંગ્ટન |
3861 |
દુર્ઘટના ATCમાં લગાવેલા કેમેરામાં કેદ થઈ, તપાસ હાથ ધરાઈ
અમેરિકાના ફોર્ટ મોર્ગન મ્યુનિસિપલ એરપોર્ટ પર રવિવારે મોટી વિમાન દુર્ઘટના સર્જાઈ હતી. બે નાના વિમાન એક સાથે લેન્ડિંગ કરવા જતાં ટકરાયા હતા. ટક્કર પછી એક વિમાનમાં આગ લાગી હતી, જે સંપૂર્ણપણે બળી ગયું હતું, જ્યારે બીજું વિમાનમાં ભારે નુકસાન થયું હતું. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન અનુસાર, વિમાનમાં કુલ ચાર લોકો હતા, જેમાંથી ત્રણના મોત થયા છે. અન્ય એક વ્યક્તિની સ્થિતિ વિશે હજુ સુધી જાણકારી મળી શકી નથી.
મોર્ગન એરપોર્ટના એર ટ્રાફિક કંટ્રોલ ટાવર પર લગાવેલા કેમેરામાં વિમાન દુર્ઘટના કેદ થઈ હતી. વીડિયોમાં દૂરથી કાળા ધુમાડાના ગોટા દેખાઈ રહ્યાં હતા. નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ અને ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન એ વિમાન દુર્ઘટનાની તપાસ શરૂ કરી દીધી છે.
ઉલ્લેખનિય છે કે, 29મી જાન્યુઆરીના રોજ અમેરિકામાં પણ બે વિમાનો ટકરાયા હતા. અમેરિકન એરલાઇન્સ ફ્લાઇટ 5342નું બોમ્બાર્ડિયર CRJ700 એરલાઇનર યુનાઇટેડ સ્ટેટ્સ આર્મી સિકોર્સ્કી UH-60 બ્લેક હોક હેલિકોપ્ટર સાથે અથડાયું હતું અને ટક્કર થતાં જ બંનેમાં આગ લાગી ગઈ હતી. પોટોમેક નદી ઉપર આકાશમાં બે વિમાનો અથડાયા હતા અને આ અકસ્માતમાં 67 લોકોએ જીવ ગુમાવ્યા હતા.