કેન્દ્રીય ગૃહમંત્રી પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026  |   1287


કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે શુક્રવારે પશ્ચિમ બંગાળની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સશસ્ત્ર સીમા દળના જવાનોને સંબોધ્યા હતા. પોતાના સંબોધનમાં અમિત શાહે પશ્ચિમ બંગાળની સરહદ સુરક્ષા, ઘૂસણખોરી અને સિલિગુડી કોરિડોર જેવા મહત્વના મુદ્દાઓ પર ભાર મૂક્યો હતો.

અમિત શાહે જણાવ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાના માત્ર ૪૫ દિવસની અંદર મ્જીહ્લ અને જીજીમ્ માટે ૧,૧૨૯ એકર જમીન ફાળવવામાં આવી છે. તેમણે આ ર્નિણયને સરહદની સુરક્ષા વધુ મજબૂત કરવાની દિશામાં મહત્વનું પગલું ગણાવ્યું હતું.

અમિત શાહે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બન્યાના માત્ર ૪૫ દિવસમાં જ મુખ્યમંત્રી શુભેન્દુ અધિકારીએ બોર્ડર સિક્યોરિટી ફોર્સ અને સશસ્ત્ર સીમા દળ માટે ૧,૧૨૯ એકર જમીન ઉપલબ્ધ કરાવી છે. અમિત શાહે કહ્યું કે, સરહદ પર સુરક્ષા દળોની કામગીરીને વધુ મજબૂત બનાવવા માટે જમીન અને જરૂરી માળખું ઉપલબ્ધ કરાવવું ખૂબ જ જરૂરી છે.આ કામમાં જે ઝડપ દેખાઈ રહી છે તેનું કારણ માત્ર એટલું નથી કે રાજ્યમાં સરકાર છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution