વડોદરા જેલ સુપ્રિટેન્ડેન્ટ ઉષા રાડાએ કરી લોકસત્તા જનસત્તા સાથે કરી ખાસ વાતચીત
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026 | 4851
સંસ્કારી નગરી વડોદરામાં ગણેશોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે, ત્યારે 'લોકસત્તા જનસત્તા'ની વડોદરા ઓફિસ ખાતે સ્થપાયેલા વિઘ્નહર્તા ગણેશજીના દરબારમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો. 'લોકસત્તા જનસત્તા' ઓફિસ ખાતે આયોજિત ગણપતિ બાપ્પાની સાંજની મહાઆરતીમાં વડોદરા સેન્ટ્રલ જેલના સુપ્રિટેન્ડેન્ટ ઉષા રાડા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે ગણેશજીના શ્રીચરણોમાં શીશ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા અને મહાઆરતીનો લાભ લીધો હતો. આ પ્રસંગે ઉપસ્થિત લોકસત્તા પરિવારના સભ્યો અને ભક્તોએ બાપ્પાના જયઘોષ સાથે વાતાવરણ ગુંજવી મૂક્યું હતું. ઉષા રાડાએ ગણેશજી સમક્ષ રાજ્યમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિની પ્રાર્થના કરી હતી.