ફાગવેલમાં ૧૫મી ઓગસ્ટે ‘વાવેલા’ વૃક્ષો ગાયબ!
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   1683

૧૫મી ઓગસ્ટે સ્વતંત્રતા પર્વની ઉજવણી નિમિત્તે ખેડા જિલ્લા કક્ષાનો ધ્વજવંદન કાર્યક્રમ નવરચિત ફાગવેલ તાલુકા મથકે મોટા ધામધૂમથી યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસવડા, સ્થાનિક સાંસદ, ધારાસભ્ય, જિલ્લા પંચાયત પ્રમુખ, શાસક પક્ષના જિલ્લા પ્રમુખ અને જિલ્લા ફોરેસ્ટ ઓફિસર સહિતના ઉચ્ચ અધિકારીઓ અને નેતાઓએ કેમેરાના ફ્લેશ અને તાળીઓના ગડગડાટ વચ્ચે ભારે ઉપાડે ‘વૃક્ષારોપણ’ કર્યું હતું. પરંતુ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીને ગણતરીના દિવસો પણ નથી થયા, ત્યાં જ એ તમામ વાવેલા છોડવાઓ સ્થળ પરથી ગાયબ થઈ ગયા છે!

આ કોઈ અકસ્માત નથી, પણ પ્રજાના સરકારી નાણાં પર તંત્ર અને નેતાઓ દ્વારા આચરવામાં આવેલો સીધો ધતિંગ છે. શું વહીવટી તંત્ર અને નેતાઓ માટે વૃક્ષારોપણ માત્ર ફોટા પડાવવાનો અને કેમેરા સામે હસવાનો જ ‘પબ્લિસિટી સ્ટંટ’ બનીને રહી ગયો છે? કાગળ પર પર્યાવરણ બચાવવાના ડાહ્યા ઉપદેશો આપતું જિલ્લા વહીવટી તંત્ર વાસ્તવમાં કેટલું ઘોર બેદરકાર છે, તેનો આ ઘટનાથી પર્દાફાશ થયો છે.

ચોંકાવનારી વાત તો એ છે કે, સમગ્ર બાબતે કઠલાલના આરએફઓ સુનિલસિંહ વાઘેલાએ મીડીયા સાથેની ટેલિફોનિક વાતચીતમાં પોતાની નાકામી અને બેદરકારી સ્વીકારી છે. તેમણે બહાનું આગળ ધર્યું કે પ્રાંત અધિકારીની સૂચના છતાં અન્ય સરકારી કામગીરીના કારણે તેમનું ધ્યાન ન રહ્યું! સરકારી કાર્યક્રમોનું બહાનું બતાવીને પર્યાવરણ અને પ્રજાના પૈસાનું નુકસાન ચલાવી લેવાય? હવે જ્યારે ભાંડો ફોડાઈ ગયો છે, ત્યારે “ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળું મારવા” નીકળેલા ઇર્હ્લં ફરીથી ત્યાં વૃક્ષો વાવીને જતન કરવાની વાતો કરી રહ્યા છે. આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે સરકારી વૃક્ષારોપણ યોજનાઓ માત્ર અધિકારીઓના સબમિટ થતા રિપોર્ટો અને નેતાઓની પ્રચાર પ્રવૃત્તિ પૂરતી જ સીમિત છે. જનતા પૂછી રહી છે કે પ્રચારના નામે આચરવામાં આવતા આવા ધતિંગો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? કારણ કે નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓની સાથે જાેડાયેલી બાબતે ઉજાગર થયેલી બેદરકારી જાણે કે સામાન્ય ભુલ હોય એમ આસાનીથી ફરીથી વૃક્ષો ઉછેરવાનું કહીને મામલો ઢાળી દેવાશે, એવું જિલ્લાભરની જનતાને વિશ્વાસપુર્વક લાગી રહ્યું છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution