દિગ્ગજ ઍક્ટર અનંત નાગને દાદા સાહેબ ફાળકે ઍવોર્ડ મળશે 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
16, સપ્ટેમ્બર 2026  |   3762

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ કામ કરતી મુખ્ય નોડલ એજન્સીએ અનંત નાગની એક તસવીર પોતાના એક્સ હેન્ડલ પર શેર કરી અને માહિતી આપતા લખ્યું, દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ૨૦૨૪ અનંત નાગને આપવામાં આવશે.

ભારત સરકાર દાદા સાહેબ ફાળકે પુરસ્કાર સિલેક્શન કમિટીની ભલામણ પર આ જાહેરાત કરતા ખુશી અનુભવી રહી છે કે અનંત નાગને ઈન્ડિયન સિનેમામાં તેમના શાનદાર સફર અને યોગદાન માટે પ્રતિષ્ઠિત દાદા સાહેબ ફાળકે પુરસ્કાર ૨૦૨૪થી સન્માનિત કરવામાં આવશે. તેમણે અનેક પેઢીઓને મોટિવેટ કરી છે.

આ એવોર્ડ કેવડિયામાં ૨૨ સપ્ટેમ્બરના રોજ ૭૨મા નેશનલ ફિલ્મ એવોર્ડ સમારોહમાં આપવામાં આવશે. અનંત નાગ દિગ્ગજ એક્ટર અને પોલિટિશિયન છે. અનંત નાગને કન્નડ સિનેમામાં તેમના શાનદાર યોગદાન માટે ઓળખવામાં આવે છે. પીએમ નરેન્દ્ર મોદીએ અભિનેતા અનંત નાગને પણ આ સિદ્ધિ બદલ પોસ્ટમાં વડાપ્રધાન મોદીએ લખ્યું, દાદાસાહેબ ફાળકે પુરસ્કાર પ્રાપ્ત કરવા બદલ વરિષ્ઠ કલાકાર અનંત નાગજીને અભિનંદન.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution