લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
08, ઓક્ટોબર 2026 |
2574
બોલિવુડના દિગ્ગજ અભિનેતા નાના પાટેકરના ૮ ઓક્ટોબર ના રોજ વહેલી સવારે થયેલા નિધનના સમાચારે દેશ દુનિયામાં તેમના ચાહકોને હચમચાવી દીધા છે. ૭૫ વર્ષના નાના પાટેકર ગોવા સ્થિત તેમના ઘરે કથિત રીતે બેહોશીની હાલતમાં મળી આવ્યા હતા. તેમને છાતીમાં ભારે દુખાવો થયો હોવાની ફરિયાદ હતી અને ત્યારબાદ મણિપાલ હોસ્પિટલ મેડિકલ ટીમને તેમના ફ્લેટ પર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ હોસ્પિટલ ખસેડાયા જ્યાં તેમને બચાવવાના ભરપૂર પ્રયત્નો થયા પરંતુ ડોક્ટરનું એવું કહેવું હતું કે તેઓ મૃત અવસ્થામાં જ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. આમ છતાં ૪૫ મિનિટથી એક કલાક સુધી સીપીઆર આપીને બચાવવાનો પ્રયત્ન થયો હતો. પરંતુ સવારે ૫.૩૦ કલાકે તેમને મૃત જાહેર કરાયા. મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ હોવાનું કહેવાય છે.
રિપોર્ટ્સ અનુસાર, નાના પાટેકર ગોવાના ડોના પાઉલા સ્થિત પોતાના ઘરમાં સવારે બેભાન હાલતમાં મળી આવ્યા હતા. પરિવારજનો અને સ્ટાફ દ્વારા તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સવારે ૫:૨૦ વાગ્યે ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. હોસ્પિટલ પહોંચાડ્યા બાદ ડોક્ટરોએ લગભગ ૪૫ મિનિટ સુધી અથાક પ્રયાસો કર્યા હતા, પરંતુ કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતાં તેમને મૃત જાહેર કરવા પડ્યા હતા. નાના પાટેકરે વર્ષ ૧૯૭૮માં આવેલી ફિલ્મ ગમનથી પોતાના અભિનય કરિયરની શરૂઆત કરી હતી. તેમણે હિન્દી અને મરાઠી સિનેમામાં પોતાની આગવી શૈલી અને દમદાર ડાયલોગ ડિલિવરીથી જીતી લીધા હતા.