જયપુરમાં શાળાની હાલત જાેવા પહોંચેલા સીજેપીના કાર્યકરોને ગ્રામીણોએ ભગાડ્યા 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
21, ઓગ્સ્ટ 2026  |   1188



કોકરોચ જનતા પાર્ટી હાલ સ્કૂલ ઠીક કરો અભિયાન ચલાવી રહી છે અને તે અંતર્ગત રાજસ્થાનના પાટનગર જયપુરના બગરુ વિસ્તારમાં આવેલા રામપુરા-કંવરપુરા ગામમાં સરકારી સ્કૂલની સ્થિતિ ચેક કરવા માટે તેણે કેટલાક કાર્યકરોને મોકલ્યા હતા પરંતુ ભારે હંગામો મચી ગયો. વાત જાણે એમ છે કે સીજેપીના કાર્યકરોને ગ્રામીણોએ ખદેડી મૂક્યા. આ મામલે સીજેપી પ્રવક્તા આશુતોષ રાંકાએ આરોપ લગાવ્યો કે તેમની ટીમના લોકો સાથે ભાજપના કાર્યકરોએ મારપીટ કરી અને ગાડીઓના કાચ ફોડી નાખ્યા.

સીજેપીના કાર્યકરો સવાર સવારમાં રામપુરા કંવરપુરા ગામની રાજકીય પ્રાથમિક શાળાએ પહોંચ્યા તો ભારે હોબાળો મચ્યો. સીજેપીના કાર્યકરો ત્યાં શાળાની સ્થિતિ ચેક કરવા માટે પહોંચ્યા હતા. ગામવાળાઓએ તેમનો વિરોધ કર્યો અને તેમને ભગાડી મૂક્યા. થોડીવારમાં આશુતોષ રાંકા પોતે ત્યાં પહોંચ્યા તો ગ્રામીણોએ તેમના વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દીધી. 

માહોલ તણાવવાળો થઈ ગયો અને જાેતજાેતામાં તો ધક્કા મુક્કી પણ શરૂ થઈ ગઈ. ગ્રામીણોએ સીજેપીના કાર્યકરોની પીટાઈ કરી અને તેમને ગામમાં દોડાવ્યા. ગાડીઓના કાચ પણ ફોડી નાખ્યા. ગ્રામીણોએ કાર્યકરો પર રેતી પણ ઉછાળી અને પથ્થરબાજી કરી હોવાના પણ આરોપ છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution