વાંગચુકનાં પારણાં CJPની જેપી નડ્ડા સાથે મુલાકાત, ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સહિત ૩ માગણીપ્રધાનના રાજીનામા સહિત ૩ માગણી
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, જુલાઈ 2026  |   8613

સામાજિક કાર્યકર સોનમ વાંગચુકે સોમવારે પોતાની ૨૩ દિવસ લાંબી ભૂખ હડતાળ સમાપ્ત કરી છે. કેન્દ્રીય મંત્રી JP  નડ્ડાએ ઝ્રત્નઁના પ્રદર્શનકારીઓ સાથે મુલાકાત કર્યા બાદ તેમણે આ ર્નિણય લીધો હતો. જંતર-મંતર પર ઉપવાસ દરમિયાન વાંગચુકનું સ્વાસ્થ્ય બગડતાં ૧૮ જુલાઈએ તેમને સફદરજંગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડૉક્ટરોએ તેમના શરીરમાં પાણીની ઉણપ (ડિહાઇડ્રેશન), પોટેશિયમનું ખૂબ નીચું સ્તર અને વધેલા કીટોન લેવલ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. વાંગચુક છેલ્લા ૨૩ દિવસથી પોતાની માંગણીઓને લઈને ભૂખ હડતાળ પર હતા. તબિયત બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. સોમવારે કેન્દ્રીય મંત્રી JP  નડ્ડા સાથે થયેલી ચર્ચા બાદ તેમણે પોતાનો ઉપવાસ સમાપ્ત કરવાનો ર્નિણય લીધો હતો.CJPના પ્રતિનિધિમંડળ સાથે મુલાકાત બાદ JP  નડ્ડાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે વાતચીતની પહેલ પ્રથમ વખત પ્રદર્શનકારીઓ તરફથી કરવામાં આવી હતી. તેમણે લખ્યું કે, ‘આજે સવારે પ્રથમ વખત પ્રદર્શનકારીઓ તરફથી સરકાર સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ આવ્યો હતો અને સવારે ૧૧:૫૦  અમારી ચર્ચા ચાલી રહી છે. ખૂબ જ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ છે. તેમના પ્રતિનિધિમંડળ સાથે પહેલા વિસ્તૃત મૌખિક ચર્ચા થઈ અને ત્યારબાદ લગભગ ૪ વાગ્યે તેમણે મને લેખિત અરજી સોંપી હતી. મેં તમામ પ્રદર્શનકારીઓને વિનંતી કરી કે તેઓ પોતાના ધરણા સમાપ્ત કરે અને સામાન્ય સ્થિતિ પુન:સ્થાપિત કરવામાં વહીવટીતંત્રને સહકાર આપે.’ આ દરમિયાન કોકરોચ જનતા પાર્ટી ના સ્થાપક અભિજીત દીપકેએ પણ પોતાનો આમરણ ઉપવાસ સમાપ્ત કરી દીધો છે. દીપકેએ ૧૮ જુલાઈએ સોનમ વાંગચુકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા બાદ ભૂખ હડતાળ શરૂ કરી હતી. કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાએ કોકરોચ જનતા પાર્ટીના પ્રતિનિધિઓ સાથે થયેલી પોતાની મુલાકાત પર કહ્યંુ આજે સવારે પ્રથમવાર પ્રદર્શનકારીઓ તરફથી સરકારની સાથે વાતચીત કરવાનો પ્રસ્તાવ આવ્યો અને સવારે ૧૧.૫૦ કલાકથી અમારી વાતચીત જારી છે. શાંતિપૂર્ણ વાતાવરણમાં મુલાકાત થઈ. તેમના ડેલીગેશનની સાથે વિસ્તારથી પહેલા મૌખિક ચર્ચા થઈ અને તેના દ્વારા લગભગ ૪ કલાકે મને લેખિત અરજી આપવામાં આવી. મેં બધા પ્રદર્શનકારીઓને વિનંતી કરી છે કે તે પોતાના ધરણા સમાપ્ત કરે અને સામાન્ય સ્થિતિ બહાલ કરવામાં તંત્રની મદદ કરે.

સીજેપી તરફથી ત્રણ માંગ કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડાની સામે રાખવામાં આવી છે. તેમાં ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, આત્મહત્યા કરનાર વિદ્યાર્થીઓના પરિવારજનોને વળતર અને સોનમ વાંગચુકને તત્કાલ છોડવામાં આવે. સીજેપી પ્રવક્તા સૌરભ દાવ તરફથી કહેવામાં આવ્યું કે મંત્રીએ અમને વિશ્વાસ અપાવ્યો કે આ મુદ્દે યોગ્ય જગ્યાએ વાતચીત થશે. પરંતુ હજુ કોઈ ગેરંટી આપવામાં આવી નથી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution