/
રોગચાળા પર કંટ્રોલ માટે અમદાવાદ કોર્પોરેશનનો જાણો શું છે એક્શન પ્લાન ?

અમદાવાદ-

અમદાવાદ કોર્પોરેશન દ્વારા મચ્છરજન્ય રોગો પર કાબૂ મેળવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. અલગ અલગ જગ્યાઓ પર મચ્છરોના બ્રિડિંગ શોધવા માટે હેલ્થ વિભાગની ટિમ એક્શનમાં આવી છે. અગાઉ પણ જ્યાં પાણી ભરાયા છે. ત્યાં મચ્છરના બ્રિડિંગ છે કે નહીં તે શોધવા માટે ટીમો ને કાર્યરત કરવામાં આવી છે. આવતીકાલથી અમદાવાદ કોર્પોરેશનની હેલ્થ ટિમ દ્વારા સરકારી ઓફિસો, મેટ્રો ની સાઈટ, બસ સ્ટેન્ડ જેવા સરકારી જગ્યાઓ પર હેલ્થની ટીમો કામે લાગશે.

અગાઉ પણ કોર્પોરેશન દ્વારા અલગ અલગ જોનમાં આવેલા કોમર્શિયલ એકમોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં 421 જેટલી કોમર્શિયલ પ્રિમાઈસિસ ચેક કરી અને જ્યાં પણ મચ્છરના બ્રિડિંગ મળ્યા હતા. તેમણે નોટિસ આપવામાં આવી હતી. 292 જેટલા એકમોને નોટિસ આપી હતી અને 3 લાખ 72 હજારનો દંડ પણ વસૂલવામાં આવ્યો હતો. ફરી આ કામગીરી આવતીકાલથી ચેકિંગ હાથ ધરવામાં આવશે.

જેમાં સરકારી ઓફિસોમાં જો મચ્છરજન્ય બ્રિડિંગ છે ત્યાં દવાનો છંટકાવ કરવામાં આવશે, જ્યાં પણ પાણી ભરાઈ રહે છે. તે જગ્યા ને સાફ કરાવમાં આવશે. જોકે વરસાદ બાદ મચ્છરજન્ય અને વાહકજન્ય રોગો નું પ્રામાણ વધી જાય છે. કોર્પોરેશન દ્વારા હોસ્પિટલોમાં પણ ઑ પી ડી શરૂ કરી દેવામાં આવી છે, એક તરફ કોરોના કેસ ઘટ્યા છે. બીજી તરફ ચોમાસામાં અનેક નાના મોટા રોગચાળા ફાટી નીકળતા હોય છે જેને લઈને કોર્પોરેશનની હોસ્પિટલોમાં પણ ઑ પી ડી શરૂ કરી દેવામાં આવી છે. 

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution