પત્નીએ ગિફ્ટ માગી તો યુવકે સોનું વેચી નાખ્યું, પછી આઇફોન ખરીદીને આપ્યો! 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
18, સપ્ટેમ્બર 2026  |   3960

Apple iPhone 18 Pro  સિરીઝની ઓફિશિયલ સેલ શરૂ થઈ ગઈ છે. એટલે કે વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. નવા આઇફોનનો જેટલો હાઇપ હતો, તેવું જ જાેવા મળ્યું છે. સ્ટોર ખુલે તે પહેલાં જ નવો આઈફોન ખરીદવા માટે સ્ટોરની બહાર લોકોની લાંબી લાઈન જાેવા મળી હતી. સ્ટોર ખુલતાની સાથે જ લોકો નવો ફોન ખરીદવા માટે રીતસરના તૂટી પડ્યા હતા. એવામાં હાલ સોશિયલ મીડિયા પર એક ગ્રાહકની ઘણી ચર્ચા થઈ રહી છે.

નવો આઈફોન ખરીદવા માટે આવેલા આ ગ્રાહકે મીડિયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, તેઓ સોનું વેચીને પોતાની પત્ની માટે નવો આઈફોન ૧૮ પ્રો ખરીદવા આવ્યા હતા. નોઈડાનો એપલ સ્ટોર સવારે ૮ વાગ્યે ખુલવાનો હતો. જાેકે, આ પહેલા જ DLF મોલની બહાર લાંબી લાઈન લાગી ગઈ હતી. લાઈનમાં દિલ્હીથી સ્પેશિયલ આઈફોન ખરીદવા આવેલા એક વ્યક્તિ ઉભા હતા. તેમણે મીડિયાને જણાવ્યું કે, તેમની પત્નીએ તેમની પાસે iPhone 18 Pro  ગિફ્ટમાં માંગ્યો હતો. તેમણે કહ્યું કે, હું નવો ફોન મારી પત્ની માટે લેવા આવ્યો છું. જ્યારે તેમને પૂછ્યું કે, “તમે આજે જ આઈફોન લેવાનું કેમ નક્કી કર્યું? જેના જવાબમાં તેમણે કહ્યું કે, આજે પૈસા છે, પહેલા નહોતા, આગળ હશે કે નહીં એ પણ કહીં શકાય એમ નથી. હું તો આજમાં જ જીવી રહ્યો છું.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution