19, ઓગ્સ્ટ 2025
નવી દિલ્હી |
2574 |
ઈસરોના પૂર્વ વૈજ્ઞાનિક, ગાંધીજીના પ્રપૌત્ર સહિત 3 નામ ચર્ચામાં
NDA દ્વારા મહારાષ્ટ્રના રાજ્યપાલ સી.પી. રાધાકૃષ્ણનને ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે, વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાએ હજુ સુધી પોતાના ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. જોકે, સૂત્રો મુજબ આગામી ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીમાં ઈન્ડિયા ગઠબંઘન એક સંયુક્ત ઉમેદવાર ઉતારશે.
આ બાબતે આજે બપોરે 12:30 વાગ્યે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને સંસદમાં હાજર તમામ વિપક્ષી દળોના નેતાઓની બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પછી ઉમેદવારનું નામ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ઈન્ડિયા' ગઠબંધનનાં ટોચના નેતાઓ કેટલાક નામો પર ચર્ચા કરી રહ્યા છે. જેમાં પૂર્વ ઈસરો વૈજ્ઞાનિક મૈલસ્વામી અન્નદુરાઈનું નામ પણ સામેલ છે. ઉપરાંત તમિલનાડુના DMK સાંસદ તિરુચિ સિવા. આ ઉપરાંત ગાંધીજીના પ્રપૌત્ર અને ઇતિહાસકાર તુષાર ગાંધીનું નામ પણ ઉપરાષ્ટ્રપતિના ઉમેદવાર તરીકે ચર્ચાઈ રહ્યું છે.