/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

રાજયમાં આ વર્ષે રથયાત્રા યોજાશે? CM વિજય રૂપાણીએ જાણો શું કહ્યું..

અમદાવાદ-

વિશ્વ વિખ્યાત ભગવાન જગન્નાથજીની રથયાત્રાએ લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે રથયાત્રા પહેલા દર્શનાર્થીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. રથયાત્રા પહેલા જ દર્શનાર્થીઓ જગતના નાથના દર્શન કરી શકશે. જે શુક્રવારથી દર્શનાર્થીઓ માટે જગતના નાથના દ્વાર ખુલશે. મંદિરની બહાર સેનેટાઇઝ ટર્નલ, સેનેટાઇઝર સહિત મૂકવામાં આવ્યું છે. જે દર્શનાર્થીઓ મંદિરમાં સોશ્યિલ ડિસ્ટર્ન્સિંગ સાથે દર્શન કરી શકે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

રથયાત્રા મુદ્દે નિવેદન આપતા વિજય રૂપીણીએ કહ્યું હતું કે, બીજી લહેરમાં કેસ ઘટ્યા છે. પરંતુ રાજ્ય કોરોના મુક્ત થયું નથી. જેના લીધે રથયાત્રા નહિ યોજાય તેવી સંભાવના છે. કેમકે છેલ્લા થોડા દિવસોથી રાજયમાં કોરોનાના કેસ ઘટ્યા છે પરંતુ હજુ પણ કેસ વધી શકે છે. અષાઢ મહિનાની પરિસ્થિતિને અનુસાર નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ અમદાવાદમાં રથયાત્રાને લઈ પોલીસ અને જગન્નાથ મંદિરના સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. વેકસીનેસન કાર્યક્રમ બાદ સેકટર 1 JCP આર.વી અસારી અને ઝોન 3 DCP મકરંદ ચૌહાણે જગન્નાથ મંદિરની મુલાકાત લીધી અને ભગવાનના દર્શન પણ કર્યા હતા. બંધ બારણે વાતો ચાલી રહી હતી. બેઠકમાં મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા, દિલીપદાસજી અને પોલીસ અધિકારીઓ વચ્ચે રથયાત્રાને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. દર વર્ષે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં જગન્નાથની ઐતિહાસિક રથયાત્રા નીકળે છે. આ રથયાત્રા ભગવાન જગન્નાથ મંદિરથી નીકળી તેના નિયત રૂટ પર ફરીને રાત્રે નીજ મંદિરે પરત ફરે છે. ગત વર્ષે કોરોના મહામારીને પગલે રથાયાત્રા કાઢવા પર પ્રતિબંધ લગાવાયો હતો. ત્યારે હવે આ વર્ષે રથયાત્રા નીકળશે કે નહીં, તેના પર સૌની નજર છે.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution