મહિલા કબડ્ડી ટીમે ફાઇનલમાં ઈરાનને હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો 
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
26, સપ્ટેમ્બર 2026  |   4851

નાગોયા એશિયન ગેમ્સ ૨૦૨૬નો આજે સાતમો દિવસ છે. એથલેટિક્સ, કબડ્ડી અને શુટિંગમાં આજે મેડલનો વરસાદ થઈ રહ્યો છે. છઠ્ઠા દિવસે ભારતે એક ગોલ્ડ, બે સિલ્વર અને ૩ બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. શુટિંગમાં સુરુચિ સિંહ અને કમલજીતની જાેડીએ ભારતનો ગોલ્ડ અપાવ્યો હતો. હવે આજે સાતમા દિવસે ફરીથી ગોલ્ડ આવ્યો છે. મહિલા કબડ્ડીમાં ભારતે ગોલ્ડ મેડલ જીત્યો છે. ભારતની દીકરીઓએ ૩૭-૩૪થી આ મુકાબલો જીત્યો. ભારતનો એશિયન ગેમ્સમાં મહિલા કબડ્ડીમાં ચોથો મેડલ છે. ગત ચેમ્પિયન ભારતે ઈરાનને કાંટાની ટક્કરમાં ફાઈલનમાં હરાવ્યું. આ ઉપરાંત ભારતે મહિલાઓની ૫૦ મીટર રાઈફલ ૩પી ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીત્યો. વિદર્સાના વિનોદ, આશી ચોક્સે અને તિલોત્તમા સેનની તિકડીએ ૧૭૬૩ પોઈન્ટનો સ્કોર કર્યો. ચીને ૧૭૭૩ પોઈન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ભારતના સાવન બરવાલે શનિવારે પુરુષોના મેરેથોન ફાઈનલમાં પર્સનલ બેસ્ટ ટાઈમિંગ સાથે ઐતિહાસિક સિલ્વર મેડલ જીત્યો. જેનાથી દેશ ૪૪ વર્ષમાં પહેલીવાર આ ઈવેન્ટમાં પોડિયમ પર જાેવા મળ્યો. ભારતે છેલ્લા ૧૯૮૨ના દિલ્હી એશિયન ગેમ્સમાં આ ઈવેન્ટમાં મેડલ જીત્યો હતો. સ્ક્વોશમાં ભારતની જાેશન ચિનપ્પા અને વેલવન સેન્થિલ કુમારની જાેડીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. મિક્સ્ડ ડબલ્સની ઈવેન્ટની સેમીફાઈનલમાં જાેશના ચેનપ્પા/વેલવન સેન્થિલકુમાર હોંગકોગ સામે હાર્યા હતા. ભારતની ઝોળીમાં અત્યાર સુધીમાં ૨૭ મેડલ આવ્યા છે. જેમાં ૩ ગોલ્ડ મેડલ, ૧૧ સિલ્વર મેડલ અને ૧૩ બ્રોન્ઝ મેડલ સામેલ છે. ૧૬૯ મેડલ સાથે ચીન પહેલા નંબરે છે. જેને ૧૦૫ ગોલ્ડ, ૩૯ સિલ્વર અને ૨૫ બ્રોન્ઝ મેડલ મળ્યા છે.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution