લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
05, ઓક્ટોબર 2026 |
2871
રશિયાના સાઇબેરિયા વિસ્તારમાં આવેલી એક લેબ સાથે જાેડાયેલી કથિત સંક્રમણની ઘટનાએ ચિતા વધારી છે. ઇરકુત્સ્ક એન્ટી-પ્લેગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની ૨૮ વર્ષની સંશોધકનું ગંભીર ન્યુમોનિયા બાદ મોત થયું છે અને તેમના સંપર્કમાં આવેલા લગભગ ૨૦૦ લોકોની તબીબી દેખરેખ રાખવામાં આવી રહી છે. ટેસ્ટ ટ્યુબ તૂટવાથી ખતરનાક બેક્ટેરિયાના સંપર્કમાં આવ્યાની વાત રશિયન મીડિયા અહેવાલોમાં સામે આવી છે, પરંતુ આ ઘટનાની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. રશિયાની એજન્સી આ મામલાની તપાસ કરી રહી છે અને હાલ ઇરકુત્સ્ક વિસ્તારમાં સ્વાસ્થ્ય સ્થિર હોવાનું કહેવામાં આવ્યું છે. રિપોર્ટ્સમાં મૃતક મહિલાની ઓળખ દર્યા શિપિલોવા તરીકે દર્શાવાઈ છે. તેને ૨૯ સપ્ટેમ્બરે ગંભીર ન્યુમોનિયાના કારણે હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી અને વેન્ટિલેટર પર રાખવામાં આવી હતી. જાેકે, તેના બે દિવસની અંદર જ તેનું મોત થયું હતું. અહેવાલો અનુસાર, તેણે ડોક્ટરોને જણાવ્યું હતું કે, જીવંત બેક્ટેરિયા ધરાવતી એક ટેસ્ટ ટ્યુબ તેની પાસેથી તૂટી ગઈ હતી. કેટલાક રિપોર્ટ્સમાં આ ઘટનાને પ્લેગ પેદા કરતા બેક્ટેરિયા સાથે પણ જાેડવામાં આવી છે. જાેકે, રશિયન આરોગ્ય અધિકારીઓએ ટેસ્ટ ટ્યુબ તૂટવાની ઘટના અથવા તેમના મોતનું કારણ પ્લેગ હોવાની વાત સત્તાવાર રીતે સ્વીકારી નથી. ઘટના સામે આવ્યા બાદ મૃતકના સંપર્કમાં આવેલા લોકોની ઓળખ કરવાની પ્રક્રિયા ઝડપથી શરૂ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, લગભગ ૨૦૦ લોકોને મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ અને કેટલાક લોકોને હોસ્પિટલોમાં આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે. તંત્રના જણાવ્યા મુજબ, મહિલાના સંપર્કમાં આવેલા તમામ લોકો મેડિકલ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને અત્યાર સુધી તેમનામાં કોઈ લક્ષણ જાેવા મળ્યા નથી તથા ટેસ્ટ નેગેટિવ આવ્યા છે. બુરિયાતિયાના વડા અલેક્સેઈ ત્સિદેનોવે શરૂઆતમાં મહિલાના મોતને પ્લેગ સાથે જાેડતી વાત કરી હતી, પરંતુ અન્ય રશિયન આરોગ્ય અધિકારીઓએ આ અંગે વધુ સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. મહિલાનું નિદાન ‘અજ્ઞાત કારણના ન્યુમોનિયા’ તરીકે થયું હતું અને ઇરકુત્સ્ક વિસ્તારની સ્વાસ્થ્ય સ્થિર છે.