અકસ્માત બાદ બ્રેઇન ડેડ જાહેર યુવકનાં અંગોનાં દાનથી ચારને નવું જીવન મળ્યું
લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
20, ઓગ્સ્ટ 2026  |   1881

સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ૯૯મુ સફળ અંગદાન નોંધાયું હતું. મૂળ મધ્યપ્રદેશનના વતની અને સુરતના કડોદરા વરેલી ખાતે રહેતા કરતા ૨૯ વર્ષીય પવનકુમાર સેનના લીવર, ૨ કિડની અને હાર્ટના દાનથી ૪ વ્યક્તિઓને નવજીવન મળશે. તા.૧૫મી ઓગસ્ટેના રોજ સાંજે ૬ વાગ્યે પરિવાર સાથે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે જાેલવા પંચાયત પાસે રિક્ષાને ટક્કર મારતા પવનકુમાર રિક્ષામાંથી નીચે પડી ગયા હતા. શરૂઆતમાં તેઓ પ્રાઈવેટ હોસ્પિટલ ગયા હતા જ્યાં પ્રાથમિક સારવાર અપાઈ હતી, પરંતુ માથાનો દુખાવો ન મટતા રાત્રે ૯.૦૦ વાગ્યે તેમને સ્મીમેર મેડીકલ કોલેજ લઈ જવામાં આવ્યા અને બાદમાં ફેમિલી ડોક્ટરની સલાહથી અન્ય પ્રાઈવેટ હોસ્પિટલમાં રિપોર્ટસ કરાવ્યા હતા. ત્યારબાદ ૧૬મી ઓગસ્ટના રોજ બપોરે ૦૩.૨૮ વાગ્યે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે તેમને સુરત સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, ડૉ.નિલેશ કાછડીયા, કાઉન્સેલર ર્નિમલા કાથુડેએ પવનકુમારના પત્ની સહિત પરિવારજનોને અંગદાનનું મહત્વ સમજાવતાં તેઓએ ભારે હૈયે સહમતિ આપી હતી. અંગદાન માટે ઓપરેશન થિયેટરમાં જતા પહેલા ઈ.તબીબી અધિક્ષક ડૉ.પારૂલ વડગામા, અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના કાર્યકર્તા ઇકબાલ કડીવાલા, કાઉન્સેલર, નર્સિંગ સ્ટાફ અંગદાતાની પ્રાર્થનામાં જાેડાયા હતા. તા.૧૮મી ઓગસ્ટ-૨૦૨૬ના બપોરન ૦૪.૪૫ વાગ્યે આર.એમ.ઓ ડૉ.કેતન નાયક, ડૉ. નિલેશ કાછડીયા, ન્યુરોલોજિસ્ટ ડૉ.પ્રયાગ મકવાણા, ન્યુરો સર્જન ડૉ.કેયુર પ્રજાપતિએ બ્રેઈન ડેડ જાહેર કર્યા હતાં. ત્યારબાદ ડૉ.નિલેશ કાછડીયા, કાઉન્સેલર ર્નિમલાબેન કાથુડ, કાઉન્સેલરો, મેડીકલ ઓફિસર ડો.બરીરા, ડો.દિવ્યા, ડો.રાધીકા, ડો.સંસ્કૃતી દ્વ્રારા તેમના પત્ની સુષ્માબેન અને ભાઇઓ તેમજ પરીવારના સભ્યોને અંગદાનનું મહત્વ સમજાવતાં સહમતિ આપી હતી. બ્રેઈનડેડ પવનકુમાર સેનના હાર્ટને અમદાવાદની  હોસ્પિટલ અને બન્ને કિડની તેમજ લીવરને દ્ભડ્ઢ હોસ્પિટલ-અમદાવાદ લઈ જવામાં આવી હતી.

© 2026. All rights reserved by Inkpot Publications Private Limited.
This website follows the DNPA Code of Ethics
Design & Develop By:
Dalia Web & Soft Solution