લોકસત્તા જનસત્તા ન્યૂઝ ડેસ્ક
07, ઓગ્સ્ટ 2026 |
990
ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ ભરતી કરેલા તમામ ૧૦ લોકોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. યુનિવર્સિટીના ઈન્ચાર્જ કુલપતિ દ્વારા તપાસ કમિટી અને સિન્ડિકેટ સભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં ખોટી રીતે પગાર ચૂકવવામાં આવ્યા અને નિયમ વિરુદ્ધના પદ પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાએ આપ્યા હોવાથી આ કાર્યવાહી કરવામાં આવી છે.
જે અત્યાર સુધીના ઈતિહાસમાં પહેલીવાર એક સાથે ૧૦ અધિકારી-કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બીજી તરફ આ મુદ્દે એબીવીપી મેદાને આવ્યું હતું. પૂર્વ કુલપતિએ પોતાના કાર્યકાળ દરમિયાન યુનિવર્સિટીના પૈસાની છૂટા હાથે લ્હાણી કરી હોવાનો ગંભીર આક્ષેપો કરવામાં આવ્યો છે.નીરજા ગુપ્તાએ ચાર્જ સંભાળ્યા બાદ અનેક હંગામી કર્મચારીઓની હકાલપટ્ટી કરી પોતાના માનીતા કર્મચારીઓને નોકરી પર રાખી નિયમ વિરુદ્ધ પગાર ચૂકવ્યો છે. જેથી તેને લઈને કડક કાર્યવાહી કરવાની માંગ સાથે એબીવીપીના કાર્યકરો મોટી સંખ્યામાં ભેગા થઈ ઉગ્ર વિરોધ કર્યો હતો. સુટકેસ ભરીને એબીવીપીના કાર્યકર્તાઓએ નકલી નોટો લઈને આવ્યા હતા. ઇન્ચાર્જ કુલપતિ પર નકલી નોટોનો વરસાદ કરવામાં આવ્યો છે. કડક કાર્યવાહી ન થતા એબીવીપી ના કાર્યકર્તાઓમાં રોષ જાેવા મળ્યો.
એબીવીપીની એક વિદ્યાર્થીની નીરજા ગુપ્તા બની અને અન્ય કાર્યકર્તા પાવન પંડિત સહિતના ખોટી રીતે ડિરેક્ટર બન્યા, આ પ્રમાણે વિદ્યાર્થીઓ નાટક રજૂ કરીને વિદ્યાર્થીઓની ફી પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના મળતિયાઓને સેટ કરવા માટે લીધી હોવાનું નાટક કરી આક્ષેપ કર્યો.