/
ધન રાશિ ભવિષ્ય
  • ધનુ રાશી ભવિષ્ય

    ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે. ધન રાશી અથવા ધનુ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની નવમી રાશી ગણાય છે.

માંડવી નગરપાલિકાની ચૂંટણીમાં ભાજપમાં ૧૫૦ ઉમેદવારોની દાવેદારી

માંડવી, માંડવી નગર પાલિકાની હાલમાં જાહેર થયેલા ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગી માટે ભાજપ દ્વારા શરૂ કરવામાં આવેલ કવાયત દરમ્યાન બે દિવસ માટે ગોઠવેલ કાર્યક્રમમાં ૧૫૦ વધુ કાર્યકરોએ જે તે વોર્ડમાં પોતાની દાવેદારી નોંધાવી હતી. અને તમામ કાર્યકર્તાઓ સાથે તેમના સમર્થકો પણ ઉમટી પડ્યા હતા.  માંડવી પાલિકાની આગામી દિવસોમાં આવનાર ચૂંટણી માટે માંડવી ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી માટેની કવાયત શરૂ કરવામાં આવી હતી. જેમાં જિલ્લાનાં હોદ્દેદારો દિનેશભાઇ દેસાઈ, ચંદુભાઈ ચૌધરી તથા પુષ્પાબેન ચૌધરી બે દિવાસ માટે માંડવી ભાજપ કાર્યાલય “કામલમ“ ખાતે કાર્યકરોને સાંભળવા માટેની બેઠક યોજી હતી. જેમાં માંડવી પાલિકાનાં ૬ વોર્ડની ૨૪ બેઠકો માટે ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હતો. અને બે દિવસ દરમ્યાન કુલ ૧૫૦ જેટલા ફોર્મ ભરાયા હતા. બીજી તરફ માંડવી ભાજપ સંગઠન પ્રમુખ નટુભાઈ રબારી, મહામંત્રી શાલીન શુક્લ, પ્રિતેશ રાવળ તથા ચૂંટણી કન્વીરણ ડો. વાસુદેવ જાેખાકર દ્વારા કાર્યકરો સાથે બેસી જરૂરી ચર્ચાઓ હાથ ધરી હતી. અને આગામી દિવસોમાં યોજાનાર ચૂંટણીની તૈયારીઓ ભાજપ માં થવા લાગી હતી.

© Loksatta Jansatta 2024. All rights reserved. Design & Develop By: Dalia Web & Soft Solution
© Loksatta Jansatta 2024. All rights reserved.
Design & Develop By: Dalia Web & Soft Solution