વોશિંગ્ટન-

દુનિયાભરમાં કોરોનાવાઈરસ મહાબીમારીના ગયા અઠવાડિયે નવા નોંધાયેલા કુલ કેસોમાં ભારતનો હિસ્સો ૪૬ ટકા રહ્યો હતો. તેમજ આ બીમારીથી થયેલા મૃત્યુમાં દર ચારમાં એક જણ ભારતનો હતો. આ જાણકારી વિશ્વ આરોગ્ય સંસ્થાએ આપી છે.

 ઉૐર્ં સંસ્થાનું કહેવું છે કે નવા પ્રકારના કોરોનાના ચેપની પહેલી જાણકારી ભારતમાં થઈ હતી. આ ચેપનો ફેલાવો વધવાને કારણે ભારતમાં હાલ હોસ્પિટલોમાં પથારીઓ અને ઓક્સિજનની કારમી તંગી ઊભી થઈ છે. તે ઉપરાંત સ્મશાનભૂમિઓ અને કબ્રસ્તાનોમાં પણ મૃતદેહોના ખડકલા થયા છે. ઘણા લોકો હોસ્પિટલમાં પથારી કે ઓક્સિજન મળવાની રાહ જાેતી વખતે એમ્બ્યુલન્સોમાં અને કારમાં જ મૃત્યુ પામ્યા છે. દુનિયામાં ગયા અઠવાડિયે કોરોનાના નવા ૫૭ લાખ કેસ નોંધાયા હતા અને એમાં ૯૩,૦૦૦થી વધારે લોકોના મરણ થયા હતા. ભારતમાં નવા કેસોની સંખ્યા ૨૬ લાખ નોંધાઈ હતી, જે તે આંકડો પૂર્વેના અઠવાડિયા કરતાં ૨૦ ટકા વધારે હતો. ભારતમાં ગયા અઠવાડિયે ૨૩,૨૩૧ જણના મરણ થયા હતા.